- Home
- Entertainment
- Bollywood
- સુશાંતની જૂની નોટ વાયરલ થતાં હાહાકાર, ‘હું ખોટી રમત રમી રહ્યો છું, હું કોણ છું, મારે તો…..’

સુશાંતની જૂની નોટ વાયરલ થતાં હાહાકાર, ‘હું ખોટી રમત રમી રહ્યો છું, હું કોણ છું, મારે તો…..’

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના મોતને 7 મહિના થવા આવ્યા છે. તેમનું મોત બોલિવૂડ માટે નુકસાનકારક સાબિત થયું અને જેની વળતર ક્યારેય નહીં મળે. આ કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ અભિનેતાના પરિવારજનો પણ કંઈક શેર કરીને ચાહકો સાથે સંકળાયેલા રહે છે. આ સમયે સુશાંતની એક જૂની નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ નોટ ખુદ સુશાંત(Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિ(Shweta Singh Kirti)એ શેર કરી છે.
View this post on Instagram
સુશાંત આ નોટમાં લખે છે- મેં મારા જીવનના 30 વર્ષ ફક્ત કંઇક બનવાની ઇચ્છામાં કાઢ્યા છે, હું સારી ટેનિસ રમવા માંગુ છું, સારા ગ્રેડ મેળવવા ઇચ્છું છું. હું બધું જ એ નજરથી જોવા લાગ્યો હતો. હું કદાચ મારી જાત સાથે ખુશ ન હતો, સારું થવાનું સ્વપ્ન જોતો હતો. પરંતુ પછી હું સમજી ગયો કે હું ખોટી રમત રમું છું. કારણ કે ખરેખર વાત તો એ હતી કે હું કોણ છું. સુશાંતની આ જૂની નોટ શેર કરતી વખતે શ્વેતા પણ ભાવુક થઈ રહી છે. તે કહી રહી છે કે આ બહુ ઉંડી વાત છે.
આ પહેલીવાર નથી જ્યારે સુશાંતના પરિવાર દ્વારા આવું કંઇક શેર કરવામાં આવ્યું હોય. આ અગાઉ ઘણા પ્રસંગો પર અભિનેતાની યાદો બધા સાથે શેર કરવામાં આવી છે. ક્યારેક તેના ગીત ગાવાનો વીડિયો વાયરલ થયો છે તો ક્યારેક તે કોઈની મદદ કરતો હોય એવો વીડિયો શેર કરવામાં આવે છે. બોમ્બે હાઈકોર્ટમાં પણ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતની પ્રશંસા કરવામાં આવી હતી.
આ વીડિયો પણ જુઓ: પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન 2021 યોજાયો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન