Sushant Singh Rajput Update Who Is Cbi Officer Gagandeep Gambhir
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં ગુજરાત કેડરના બે IPS અધિકારી કેસની તપાસ કરશે, હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં છે માસ્ટર!

સુશાંત કેસમાં ગુજરાત કેડરના બે IPS અધિકારી કેસની તપાસ કરશે, હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં છે માસ્ટર!

 | 10:02 am IST

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીએ આ મામલે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સીબીઆઈની SIT ટીમ મનોજ શશિઘરની આગેવાનીમાં તપાસ કરશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ રાખશે.

ગગનદીપ ગંભીરને ખુબ જ હોંશિયાર અધિકારી માનવામાં આવે છે અને તે આવા ઘણા હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી ચૂક્યા છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમ(SIT) ગુજરાત કેડરના બે IPSની આગેવાની આ કેસની તપાસ કરશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

ગુજરાત કેડરની IPS અધિકારી છે ગંભીર

2004ના ગુજરાત કેડરની આઈપીએસ અધિકારી ગંભીરે યૂપીમાં ગેરકાયદેસર ખનન કૌભાંડ અને બિહારના સુજન કૌભાંડ સુધીના મોટા ગજાના કેસોની તપાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. બિહારના મુજફ્ફરપુરની રહેવાસી ગંભીરની પ્રાથમિક અભ્યાસ તેજ શહેરમાં થયો હતો. ગગનદીપના પિતા યોગેન્દ્ર સિંહ ગંભીરે જણાવ્યું કે, 10મા સુધીના અભ્યાસ પછી તે પંજાબ ચાલી ગઈ હતી. ગગનદીપે હાયર એજ્યુકેશન પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી પુરો કર્યો છે.

ઘણા હાઈપ્રોફાઈલ કેસોની કરી ચૂકી છે તપાસ

હવે ગંભીરને વધુ એક હાઈપ્રોફાઈલ કેસની તપાસની જવાબદારી મળી છે. રાજપૂતની સાથે શું બન્યું? તેના મોતનું કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ માટે ગંભીરને કેસમાં ઉંડાણપૂર્વક ઉતરવું પડશે અને જાણવું પડશે કે ખરેખર સુશાંત સાથે શું બન્યું હતું. તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત પોતાના ફલેટના રૂમમાં ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

સુશાંતના પિતાએ નોંધાવી હતી રિયા વિરુદ્ધ FIR

ગુજરાતના ઘણા જિલ્લામાં વરિષ્ઠ પદો પર કાર્યભાર સંભાળી ચૂકેલી ગગનદીપ ગંભીરને આવા હાઈપ્રોફાઈલ કેસોને હેન્ડલ કરવાનો ખુબ જ સારો અનુભવ છે. તમને જણાવી દઈએ કે, 31 જુલાઈએ સુશાંતના પિતાએ પટનાના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જેમાં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે CBIની તપાસ ટીમમાં ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિંહા જે CBIના એડિશનલ ડાયરેક્ટર છે જે સમગ્ર તપાસનું મોનિટરિંગ કરશે. જ્યારે CBIના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશીધર જે પણ ગુજરાત કૅડરના જ IPS અધિકારી છે તેમના નેતૃત્વ હેઠળ આ સમગ્ર તપાસ થવાની છે.

ગગનદીપ ગંભીર (ગુજરાત કૅડર IPS અધિકારી) આ તપાસનું નિરીક્ષણ કરશે જ્યારે SP રવિ ગંભીર અને અનિલ યાદવ આ કેસમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે. સુશાંત કેસની તપાસ અલગ ટીમ કરશે એટલા માટે SITની રચના કરવામાં આવી રહી છે. કેસની મનોજ શશિધરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ કરશે. તપાસ માટે અનિલ યાદવને આઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજે ઈડી દ્વારા 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન