sushant singh rajput was admitted at hinduja hospital for a week
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહના મોત મામલે પોલીસ અધિકારીનો મોટો ધડાકો, કહ્યું- તેને એક નહીં બે…

સુશાંત સિંહના મોત મામલે પોલીસ અધિકારીનો મોટો ધડાકો, કહ્યું- તેને એક નહીં બે…

 | 7:31 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે હવે એક નવો જ ખુલાસો થયો છે. પોલીસે તો કહ્યું છે કે આ કોઈ ષડયંત્ર નથી અને અભિનેતાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. સુશાંતે આત્મહત્યા કરી છે એ વાતના નિષ્કર્ષ પર પણ પોલીસ પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીનો દાવો છે કે સુશાંત ડિપ્રેશનની બે ખતરનાક બિમારીથી પીડાતો હતો.

આ બિમારીનું નામ લેતાં અધિકારીએ દાવો કર્યો છે કે, સુશાંતને પૈરાનોયા અને બાઈપોલર ડિસઓર્ડર હતી. લોકડાઉન પહેલાં સુશાંત આ બિમારીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં એક અઠવાડિયા માટે ભરતી થયો હતો.

તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે એની માતા પણ ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી. જ્યારે સુશાંતની ઉંમર 16 વર્ષની હતી ત્યારે જ તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. અધિકારીનું કહેવું છે કે તે બોલિવૂડમાં એકલાપણું અનુભનવો હતો. એ વાત પણ સામે આવી કે સુશાંતને કોઈ આર્થિક સંકટ ન હતું.

આ અધિકારી અનુસાર પૈરાનોયા એક શક બિમારી છે. ત્યારે માણસને એવું લાગે કે દરેક માણસ તેને ધૃણાની નજરથી જ જુએ છે. તે માણસને એકાંતમાં પણ એવું જ લાગે છે કે તેને કોઈ મારવા આવે છે. તો વળી બાઈપોલર ડિસઓર્ડરમાં એવું થાય કે પીડિત વ્યક્તિ અચાનક તણાવમાં આવી જાય અને તેનો આત્મવિશ્વાસ બે ગણો વધી જાય. ત્યારબાદ તે ફરીથી એકદમ શાંત થઈ જાય છે. તે પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતો.

આ વીડિયો પણ જુઓ: યુવરાજસિંહે ભરતીઓનું આંદોલન છોડ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન