Photos: અંકિતા સાથે સુશાંતના લગ્ન હતા નક્કી, રિયા જિંદગીમાં આવતા જ બધુજ બદલાઇ ગયુ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી પર FIR દાખલ કરી છે. આ સાથે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે આ કેસ બિહાર પોલીસ સંભાળી રહી છે. સુશાંત અને અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા તૈયાર હતો અચાનક રિયાના આવવાથી જીવન બદલાઈ ગયુ હતુ.
રિયાના આવવાથી 2 વર્ષમાં એકલો પડી ગયો હતો તેના દરેક નિર્ણય રિયા જ લેવા લાગી હતી. આ પહેલા સુશાંત ખુબજ મિલનસાર હતો. અંકિતા સાથે તે ખુબજ ખુશખુશાલ હતો. અને ખુબ જલ્દીથી લગ્ન કરી ઠરી ઠામ થવાનો હતો.
જે પણ સુશાંતને જુએ છે તે કહે છે સુશાંત આત્મહત્યા કરે તેવો ન હતો. સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડેને સીરીયલ પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યો હતો. માનવ અને અર્ચના બંનેનું પાત્ર એકતા કપૂરની સિરિયલમાં જોવા મળ્યું હતું. સુશાંત અને અંકિતા સ્ક્રીન પર પ્રેમી હતા સાથે જ તેમને વાસ્તવિક જીવનમાં પણ પ્રેમ થઈ ગયો હતો.
તેમના સંબંધ લગભગ 6 વર્ષ સુધી રહ્યા. બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કર્યા પછી, તે બંનેના સંબંધમાં અંતર આવવા લાગ્યુ હતુ અને બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ સુશાંતનું નામ કૃતિ સેનન અને રિયા ચક્રવર્તી સાથે જોડાયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન