Sushant Singh Rajput's CA reveals bank account details
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું જાદૂ-ટોણા માટે સુશાંતના ખાતામાંથી પૈસાની થઈ હતી લેતી દેતી? સામે આવી ચોંકાવનારી વિગતો

શું જાદૂ-ટોણા માટે સુશાંતના ખાતામાંથી પૈસાની થઈ હતી લેતી દેતી? સામે આવી ચોંકાવનારી વિગતો

 | 11:48 am IST
  • Share

બોલિવૂડનો એક ઝગમગતો સિતારો અચાનક દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો. સુશાંત સિંહના નિધનથી ક્યારેય પુરાશે નહી તેવી કાયમી ખોટ રહી જશે. દર્શકો હોય કે તેના અંગત સંબંધીઓ સુશાંતને ક્યારેય ભૂલી શકશે નહી. હવે આ મામલે એક નવો એંગલ સામે આવતા બધાને આશ્ચર્ય ચકીત કરી દીધા છે.

વાત જાણે એમ છે કે એક્ટરના પરીવારવાળાએ રિયા પર એક પછી એક ખુબજ ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં સુશાંતને આત્મહત્યાથી પ્રેરણા આપવીથી લઇને તેનું ખાતુ ખાલી કરી નાખવા જેવા આરોપનો સમાવેશ થાય છે.

સુશાંતના ફેમીલીએ સુશાંત પર કાળો જાદૂ ચલાવ્યો હોવાની વાત કરી છે. આ તમામ વચ્ચે સુશાંતના બેન્ક ખાતાની માહિતી સામે આવી છે, જેમાં એ વાતનો ખુલાસો થયો છે સુશાંતના ખાતામાંથી ત્રણ વખત પૂજા કરવા માટે પૈસા ઉપાડવામાં આવ્યા છે. રકમ ઉપાડીને પંડીતને આપવામાં આવી છે. સુશાંતના પરીવારે દાવો કર્યો છે કે આ પૈસાનો દુરપયોગ કરીને રિયાએ સુશાંત પર કાળો જાદબ ચલાવ્યો હતો.

બેન્ક ડિટેલથી ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે

કોટક મહિન્દ્રા બેન્કથી સુશાંત સિંહ રાજપુતના અકાઉન્ટના પેપર્સ સામે આવ્યા છે. તેમાં જણાવાયુ છે કે પાંચ વખત પૂજાના નામે પૈસાની ઉઠાંતરી કરવામાં આવી છે. જો કે 2019થી જાદૂ-ટોના માટે ઉપાડાતા પૈસાની લેતી દેતી બંધ થઇ ગઇ હતી.

પૂજાના નામે સુશાંતના ખાતામાંથી પૈસા ઉપાડ્યા
સુશાંતના ખાતામાંથી 14 જુલાઈ 2019ના 45,000 રૂપિયા, 22 જુલાઈ 2019ના 55,000 રૂપિયા, 36,000 રૂપિયા, 2 ઓગસ્ટ 2019ના 86,000 રૂપિયા, 8 ઓગસ્ટ 2019ના 11,000 રૂપિયા, 15 ઓગસ્ટ 2019ના 60,000 રૂપિયા, આ પૈસા ઉપાડ્યા પછી ક્યારેય પૂજા ન થઈ.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના સીએ આ પહેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સુશાંતના પિતા દ્વારા કરવામાં આવેલા દાવાની વિરુદ્ધ છે કે સુશાંતના ખાતામાંથી બહુ ટ્રાન્ઝેક્શન થયું નથી. તેના ખાતામાં આવી કોઈ માતબર રકમ નથી, જે સુશાંતના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

સંદીપ શ્રીધરે જણાવ્યું હતું કે રિયાના ખાતામાં મોકલવામાં આવેલી હજાર રૂપિયાની ફી અને રિયાની માતાએ મોકલેલી 33000 રૂપિયા સિવાય કોઇ મોટો વ્યવહાર થયો નથી.

સંદિપે કહ્યું કે સુશાંત એક ફિલ્મ સ્ટાર હોવાને કારણે તેણે પોતાની જીવનશૈલી અને ખર્ચો મેન્ટેન કરવાનો રહેતો. તે ખરીદી, મકાન ભાડુ અને મુસાફરી પાછળ ખર્ચ સામેલ છે. સુશાંત અને રિયા ઘણી વખત સાથે મુસાફરી કરતા.

આ સિવાય છેલ્લા એક વર્ષમાં સુશાંતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સંદીપે સુશાંતના બેન્ક ખાતાની જાન્યુઆરી 2019 થી જૂન 2019 સુધીની વિગતો રજૂ કરી હતી.

આ વીડિયો જુઓ: કંગના રનૌતના ઘરની નજીક ગોળીબાર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન