Sushant Singh Rajput's Father Isn't On Twitter, Confirms Family Source
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના પિતાના નામનો ઉપયોગ કરી કોઈએ સોશિયલ મીડિયા પર કરી ન કરવાની હરકતો, આ રીતે ભાંડો ફૂટ્યો!

સુશાંતના પિતાના નામનો ઉપયોગ કરી કોઈએ સોશિયલ મીડિયા પર કરી ન કરવાની હરકતો, આ રીતે ભાંડો ફૂટ્યો!

 | 9:20 pm IST

સુશાંતના પરિવારે કહ્યું છે કે, સુશાંતના પટનાવાળા ઘરને મયૂઝિયમમાં ફેરવી દેવામાં આવશે. તેની તમામ યાદોને ત્યાં સાચવીને રાખવામાં આવશે. પરંતુ હવે એક એવી વસ્તુ બની જે જોઈને સુશાંતના પરિવારને સૌથી મોટો આઘાત લાગ્યો છે. જે કંઈ બની રહ્યું છે એ વિશે સુશાંતના પપ્પા કે કે સિંઘને તો કોઈ જ ખબર પણ નથી. જ્યારે કે કે સિંઘ સાથે વાત કરવામાં આવી ત્યારે આખો મામલો સામે આવ્યો છે.

હાલમાં જ સુશાંતના પિતાએ એક એવુ નિવેદન જાહેર કર્યુ છે કે તમે જાણીને ચોંકી જશો. બન્યું એવું કે, સુશાંતના પિતા કે કે સિંઘના નામ પર કોઇ શખ્સે ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યુ અને તેમાં તે સુશાંતના મોતને લઇને અલગ અલગ માગો કરી રહ્યાં છે. એટલું જ નહીં સુશાંતના મોત પર સવાલો પણ ઉઠાવી રહ્યાં છે.

જ્યારે આ વાત વિશે સુસાંતના પપ્પાને જાણ કરવામાં આવી તો કે કે સિંઘે જણાવ્યુ હતુ કે આવા કોઇ પણ પ્રકારનું એકાઉન્ટ મે બનાવ્યું નથી. કે કે સિંઘે સુશાંતના તમામ ફેન્સને પણ અપીલ કરી કે તમે એવી કોઇ હરકત ન કરતાં કે જેનાથી લોકોના મનમાં કોઇ ભ્રમ ઘુસે અને તકલીફ પડે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન