sushant singh rajputs film dil bechara trailer release see here
  • Home
  • Entertainment
  • Bollywood
  • VIDEO: સુશાંતે તેની છેલ્લી ફિલ્મના ડાયલોગથી તદ્દન વિપરીત કામ કર્યું, ફેન્સની આંખમાંથી આંસુ ટપક્યાં!

VIDEO: સુશાંતે તેની છેલ્લી ફિલ્મના ડાયલોગથી તદ્દન વિપરીત કામ કર્યું, ફેન્સની આંખમાંથી આંસુ ટપક્યાં!

 | 7:27 pm IST

સુશાંત સિંહના નિધન બાદ જે ફિલ્મની આખા ભારતના ફેન્સને રાહ હતી એવી સુશાંતના જીવનની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર હવે રીલિઝ થઈ ગયું છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ ની રિલીઝ ડેટ સામે આવી ત્યારથી જ લોકો આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છે. ફિલ્મનુ દમદાર ટ્રેલર ફરી એક વખત સાબિત કરે છે કે, સુશાંત સિંહ રાજપૂત કેવો અભિનેતા હતો. પરંતુ એક વાત કહેવામા આવી રહી છે કે, સુશાંતના ફેન્સ આ ટ્રેલરને જોઈને ખુબ ઈમોશનલ થઈ જશે.

દિલ બેચારા ફિલ્મના ટ્ર્રેલમાં કેન્સર જેવી બીમારી સામે લડતા બે જુવાન લોકોની કહાની બતાવવામાં આવી છે. સુશાંતની એક્ટિંગ હંમેશની જેમ જ સીધી દિલને સ્પર્શ કરી જશે. સુશાંત સિંહ રાજપુતના મોત બાદ પણ દરરોજ સુશાંતના સોશિયલ મીડિયા પર જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લોકો તેમની મોતને લઈને CBI તપાસની પણ માગ કરી રહ્યા છે.

આજનો દિવસ સુશાંતના ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, તેમની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. સુશાંત ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટરથી ફિલ્મ ડિરેક્ટર બનેલા મુકેશ છાબરાની ફિલ્મ ‘દિલ બેચરા’માં જોવા મળવાના છે. જેમાં તેમની અપોઝિટ સંજના સાંઘીને કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ 24 જુલાઈના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને ફિલ્મ જોવા માટે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. આ ફિલ્મને મફતમાં બતાવવામાં આવશે.

આ ફિલ્મમાં સુશાંત એક ડાયલોગ બોલે છે કે જીવન અને મોત આપણા હાથમાં હોતું નથી. પરંતુ આપણે કેવું જીવવું એ આપણે ચોક્કસથી નક્કી કરી શકીએ છીએ. ત્યારે સુશાંતે જ્યારે આત્મહત્યા કરી એ ફિલ્મના ડાયલોગથી એકદમ વિપરીત છે. સુશાંતે તો મોત પોતાના હાથમાં લઈને વ્હાલુ કરી લીધું છે. સુશાંતના મોત પાછળ બોલિવૂડ માફિયાનો હાથ છે અને નેપોટિઝમનો ભોગ છે એવો મુદ્દો પણ હાલમાં જોરોશોરોથી ચર્ચાઈ રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન