sushant singhs sister written a letter to pm modi for investigation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતની બહેને PM નરેન્દ્ર મોદીને કરી અપીલ, કહ્યું કે મને ડર છે કે સબુત સાથે થઇ શકે છે ચેડા

સુશાંતની બહેને PM નરેન્દ્ર મોદીને કરી અપીલ, કહ્યું કે મને ડર છે કે સબુત સાથે થઇ શકે છે ચેડા

 | 9:57 am IST
  • Share

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા પ્રશંસકોને ખુબ મોટો ફટકો લાગ્યો છે. અભિનેતાના મૃત્યુ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. અભિનેતાના મૃત્યુ પછી રોજ નવી નવી બાબતો ખુલ્લેઆમ સામે આવી રહી છે.

સુશાંતના પિતા કે.કે.સિંઘે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને ખૂબ ગંભીર આરોપો પણ લગાવ્યા છે. બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ન્યાય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો છે. સુશાંતની બહેને તેના ભાઈને ન્યાય મળે તે માટે અપીલ કરી છે.

હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક જાહેર ટ્વિટ કરીને PM નરેન્દ્ર મોદી સાથે તેના મનની વાત કરી છે. શ્વેતાએ PM મોદીને ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું સમગ્ર મામલાની તાકીદે તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે PM નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તેણે ટ્વીટમાં લખ્યુ છે કે મારા ભાઇનો કોઇ ગોડફાધર ન હતો. તે ખુબજ સાધારણ પરિવારથી આવતો હતો. તેણે ફિલ્મોમાં ખુબજ મહેનત કરી હતી. સુશાંતના મામલે સત્ય બહાર આવવું જ જોઇએ. મને ડર છે કે જો ટુંક સમયમાં કોઇ કાર્યવાહી નહી થાય તો સબુત સાથે ચેડા કરવામાં આવશે.

આ વીડિયો જુઓ: સુશાંતની બહેન શ્વેતાસિંહે ટ્વીટ કરી PM પાસે માગી મદદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન