Sushant took a heavy dose of for the first time with Sara
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસમાં રિયાએ કર્યો ઘડાકો, કહ્યું- સારાની સાથે સુશાંતે પહેલી વાર લીધો હતો હેવી ડોઝ

ડ્રગ્સ કેસમાં રિયાએ કર્યો ઘડાકો, કહ્યું- સારાની સાથે સુશાંતે પહેલી વાર લીધો હતો હેવી ડોઝ

 | 11:50 am IST

સુશાંત કેસના ડ્રગ એંગલમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ધરપકડ પહેલાની એનસીબીની પૂછપરછમાં રિયાએ સુશાંતનું ઘર શા માટે છોડી દીધું હતું તેની જાણકારી આપી હતી. એક ખાનગી ચેનલના બતાવ્યા મુજબ રિયાએ સુશાંતથી અલગ થવાની કારણ જણાવ્યું છે.

સુશાંત ડ્રગ્સ એડિક્ટ થતા છોડ્યું ઘર- રિયા ચક્રવર્તી

એનસીબીને આપેલા નિેવેદનમાં રિયાએ કહ્યું કે સુશાંત એક ડ્રગ એડિક્ટ થઈ ચૂક્યો હતો અને તે તેમાંથી બહાર નીકળી શકતો નહોતો. જેના પગલે રિયાએ 8 જૂને સુશાંતનુ ઘર છોડી દીધું હતું. તે સમયે લોકડાઉન અને સુશાંત પર લાગેલા મીટૂના આરોપને ધ્યાનમાં રાખીને રિયાએ વિચાર્યું કે જો તે સુશાંતની સાથે રહેશે તો તેમની કારકિર્દી ખરાબ થઈ જશે. એટલા માટે તેણે સુશાંતથી અલગ થવાનો નિર્ણય કર્યો.

ફિલ્મ કેદારનાથના શૂટિંગ સમયથી ડ્રગ્સ લેવાનુ શરૂ કર્યું

પોતાના નિવેદનમાં રિયાએ કહ્યું કે કેદારનાથ ફિલ્મના શૂટિંગના સમયે તે હિમાલય ઉપર તેણે ડ્રગ્સ લેવાનુ શરૂ કર્યું. એક જરૂરી વાત એ છે કે જે પણ માણસ ડ્રગ્સ લે છે ખાસ કરીને કેનબિસ તેને ભુખ ખુબ જ લાગે છે. કોકેઈનથી વજન ઘટે છે જ્યારે કેનબિસથી વજન વધે છે. એનુ કહેવુ હતું કે બંને સારા અને સુશાંત ત્યાંથી વજન વધારીને આવ્યા. જ્યારે એવી જગ્યાએ શૂટિંગ હતું જ્યાં વજન વધારવું મુશ્કેલ હતું.

 

આ વીડિયો પણ જુઓઃ આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન