Sushant's sister has said but Sushant does not have a hand to tie
  • Home
  • Featured
  • રક્ષાબંધનના દિવસે સુશાંતની બહેનોનું દુઃખ છલકાયું, કહ્યું રાખી છે પણ બાંધવા માટે હવે ભાઈનો હાથ નથી

રક્ષાબંધનના દિવસે સુશાંતની બહેનોનું દુઃખ છલકાયું, કહ્યું રાખી છે પણ બાંધવા માટે હવે ભાઈનો હાથ નથી

 | 12:43 pm IST

એક તરફ સુશાંતસિંહની આત્મહત્યાનું રહસ્ય દિવસે દિવસે ઘુંટાઈ રહ્યું છે. તો બીજી તરફ સુશાંતનો પરિવાર દુઃખમાં ગરકાવ થઈ રહ્યો છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે. આજના દિવસે બહેન ભાઈને રક્ષાકવચ તરીકે રાખડી બાંધી છે. પરંતુ સુશાંતની બહેનો પાસે હવે રાખડી બાંધવા માટે ભાઈનો હાથ નથી. સુશાંતની બહેનોનું દુઃખ છલકાયું છે તે સુશાંતને ખુબ યાદ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતનું નિધન 14 જૂને તેમના બાંદ્રામાં આવેલા ફ્લેટમાં થયું હતું. સુશાંતના અચાનક ચાલી જવાના દુઃખથી તેનો પરિવાર હજુ સુધી બહાર નથી આવ્યો. સુશાંતના જવાથી તેની બહેન રાખીના દિવસે પોતાના ભાઈને ખુબ જ મીસ કરી રહી છે. દર વર્ષની જેમ તે હવે સુશાંતને ક્યારેય રાખી નહીં બાંધી શકે. આ દુઃખને લઈને સુશાંતની બહેન રાનીએ ઈમોશનલ નોટ લખી છે.

સુશાંતની બહેને નોટમાં લખ્યું છે કે..

ગુલશન, મેરા બચ્ચા

આજ મેરા દિન હૈ.

આજ તુમ્હારા દિન હૈ.

આજ હમારા દિન હૈ.

આજ રાખી હૈ.

35 વર્ષ પછી આ પહેલો તહેવાર છે જ્યારે પૂજાની થાળી તૈયાર છે. આરતીનો દિપક પણ પ્રગટી રહ્યો છે. હળદર ચંદનનો ચાંદલો છે. મિઠાઈ પણ છે. રાખી પણ છે. બસ એ ચહેરો નથી જેની આરતી ઉતારી શકું. તે કપાળ નથી જેના પર ટીલક કરી શકું. તે હાથ નથી જેના પર હું રાખડી બાંધી શકું. તે ચહેરો નથી જેના હું મિઠાઈ ખવડાવી શકું. તે માથું નથી જેને હું ચુંબન કરી શકું. એ ભાઈ નથી જેને  હું ગળે મળી શકું.

સુશાંતની ચાર બહેનો છે. મીતૂ, પ્રિયંકા, નીતૂ અને શ્વેતા. સુશાંત તેની દરેક બહેનોની નજીક હતો. અને તેને ખુબ પ્રેમ કરતો હતો. સુશાંતસિંહે કેટલીક વાર જણાવ્યું હતું કે તે મીતૂને તેની બીજી માં માને છે. તે મીતૂની સૌથી નજીક હતો. સુશાંતની આત્મહત્યા પહેલા મીતૂની સુશાંત સાથે વાત થઈ હતી.

આ વીડિયો પણ જૂઓઃ ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે મંત્રજાપ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન