કેજરીવાલ વિરૂદ્ધ 854 કરોડની વસુલીનો આરોપ લગાવનારા AAP તરફથી જશે રાજ્યસભા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેજરીવાલ વિરૂદ્ધ 854 કરોડની વસુલીનો આરોપ લગાવનારા AAP તરફથી જશે રાજ્યસભા

કેજરીવાલ વિરૂદ્ધ 854 કરોડની વસુલીનો આરોપ લગાવનારા AAP તરફથી જશે રાજ્યસભા

 | 4:14 pm IST

આમ આદમી પાર્ટીએ આખરે લાંબી માથાપચ્ચી બાદ રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના પ્રભારી સંજય સિંહ, CA નારાયણ દાસ ગુપ્તા અને વ્યાપારી સુશીલ ગુપ્તા રાજ્યસભા પહોંચશે. આ ત્રણેયમાં સંજય સિંહ ઉપરાંત વ્યાપારી સુશીલ ગુપ્તાનો કેજરીવાલ સાથે જુનો નાતો છે.

આમ આદમી પાર્ટી સાથે જોડાયા તે પહેલા સુશીલ ગુપ્તા કોંગ્રેસ સાથે હતાં. 2015માં તેઓ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચૂંટણી પણ લડ્યાં હતાં. ઉપરાંત સુશીલ ગુપ્તાનું એક પોસ્ટર પણ ચર્ચાસ્પદ બન્યું હતું. જેમાં તેમણે આમ આદમી પાર્ટી વિરૂદ્ધ સિગ્નેચર કેમ્પેઈન ચલાવ્યું હતું.

એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે, કેજરીવાલ સરકારે પ્રચાર-પ્રસાર માટે અનેક ખરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેના વિરૂદ્ધ સુશીલ ગુપ્તાની આગેવાની હેઠળ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 854 કરોડ રૂપિયા જનતા કી કમાઈ, કેજરીવાલને પ્રચાર મેં કુટાઈ. સુશીલ ગુપ્તાએ તેને વસૂલી દિવસ નામ આપ્યું હતું. આમ આજે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા જઈ રહેલા સુશીલ ગુપ્તા એક સમયે તેમના જ ધોર વિરોધી રહી ચુક્યા છે.

કોંગ્રેસની વિધારધારા સાથે વર્ષો સુધી જોડાયેલા રહેનારા સુશીલ ગુપ્તા શાળા, કોલેજો અને હોસ્પિટલો ચલાવે છે અને સમાજસેવા કરે છે. સુશીલ ગુપ્તા કેજરીવાલના સમર્થક રહ્યાં છે અને સમાજમાં એક સાફ સુથરી છાપ ધરાવે છે. ગુપ્તાના નામની જાહેરાત કરતા મનીસ સિસોદિયાએ કહ્યું હતું કે, તેઓ 15000 બાળકોને મફત શિક્ષણ પુરૂ પાડે છે. આનાથી મોટું કામ શું હોય.