ભારત-પાક તણાવ વચ્ચે સુષ્મા એ કરી લોકોના દિલ જીતવાની કોશિશ - Sandesh
  • Home
  • World
  • ભારત-પાક તણાવ વચ્ચે સુષ્મા એ કરી લોકોના દિલ જીતવાની કોશિશ

ભારત-પાક તણાવ વચ્ચે સુષ્મા એ કરી લોકોના દિલ જીતવાની કોશિશ

 | 4:14 pm IST

ભારત અને પાકિસ્તાનમાં ભારે તણાવ વચ્ચે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે લોકોના દિલ જીતવા કામ કર્યું છે. સુષમાએ પાકિસ્તાની યુથ ડેલિગેશનની સાથે મિત્રવત વ્યહવાર કરીને સૌનું દિલ જીતી લીધું હતું. 27 સપ્ટેમ્બરે 19 યુવાન મહિલાઓની એક ડીમ ચંદીગઢના ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવી હતી. પણ LoCની પેલે પાર ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને કારણે 4 ઓક્ટોબરે તેમનું પાછા જવાનું અટકી પડ્યું હતું.

આમછતાં ભારતીય સત્તાવાળા તરફથી તેમને તમામ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પાકિસ્તાની ટીમ પર તાત્કાલિક પાકિસ્તાન પાછા ચાલ્યા જવાનું દબાણ હતું. એક ઓક્ટોબરે પીસ ફોરમ ટૂકડીના કન્વીનર આલિયા હરીરે વિદેશ પ્રધાનને પોતાની સુરક્ષાની વાત કરી. સુષમાએ આલિયાને સુરક્ષિત પાછા જવા અંગેનો ભરોંસો આપ્યો. સુષમાએ કહ્યું હતું કે દીકરીઓ બંને દેશો વચ્ચેની સંસ્કૃતિ ધરાવતી હોય છે. તમે અમારા એટલાં જ છો જેટલા તમે તમારી ભૂમિ પર હોય છો.

સુષમાએ આ ટીમનું દિલ જીતી લે તેવી પ્રતિક્રિયા આપી. ભારતીય વિદેશ પ્રધાને કહ્યું કે બેટીઓ માટે કોઈ સરહદ હોતી નથી. દીકરીઓનો સંબંધ તો બધાંની સાથે હોય છે. બે ઓક્ટોબરે એક ટ્વીટમાં આલિયા હરીરે ભારતીયો મહેમાનનવાજીના ભારે વખાણ કર્યા. સુષમા સ્વરાજ ટ્વિટર પર ભારે લોકપ્રિય છે. તે પોતાના મંત્રાલય સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ પર તરતજ પ્રતિક્રિયા આપે છે. હાલમાંજ સુષમાએ ઓલિંમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા અભિનવ બિંદ્રાની મદદ કરી હતી. બિંદ્રાના કોચનો પાસપોર્ટ ખોવાઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન