વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા - Sandesh
  • Home
  • World
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા

 | 4:08 pm IST

સાઉદી અરબએ 2015માં જ્યારે યમનને નિશાન બનાવીને હુમલા કર્યા ત્યારે 4800 ભારતીય ઉપરાંત 1972 વિદેશી નાગરિકોના જીવ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી બચી ગયાં હતાં. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આસિયાનના મંચ પરથી પ્રવાસી ભારતીય દિવસ પર આ વાત જાહેર કરી હતી. આસિયાનના મંચ પર તેઓ 3 હજાર ભારતીયોને સંબોધી રહ્યાં હતાં.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, 2015માં જ્યારે સાઉદી અરબે યમન પર હુમલા કર્યા તેને લઈને તે ખુબ જ ચિંતિત હતાં. હજારો ભારતીય યમનમાં ફસાય હતાં. ત્યાંથી બહાર આવવા માટે તેમની પાસે કોઈ રસ્તો ન હતો, કેમકે સાઉદીનું સૈન્ય હુમલા કરી રહ્યું હતું. તે દરમિયાન તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે આ મામલે ચર્ચા કરી. વડાપ્રધાને રિયાધમાં રાજા સાથે વાત કરી. રાજાને એક સપ્તાહ માટે યમન પર હુમલા રોકવાની અપીલ કરવામાં આવી. સાઉદી કિંગે રોજ બે કલાક સવારે 9 થી 11 વાગ્યા સુધી હુમલા રોકવા સમહતિ દાખવી. સુષ્માએ કહ્યું હતું કે આ દરમિયાન મેં પોતે યમન સરકારને અપીલ કરી કે તે અટવાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવી એડન બંદર અને સૈન્ય હવાઈ મથક સુધી પહોંચાડે.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતીય સૈન્યએ ‘ઓપરેશન રાહત’ મારફતે પોતાના નાગરિકોને સુરક્ષિત આશ્રય માટે પ્રયત્નશીલ તો હતી, પરંતુ ઈચ્છનીય સફળતા હાંસલ નહોતી મળતી. પરંતુ નરેન્દ્ર મોદીના ફોનથી રોજના બે કલાક માટે સાઉદીએ હુમલા રોક્યા, જેનાથી ધીમી ધીમે માત્ર ભારતીયોને પરંતુ વિદેશી નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યાં. 2015માં 1 એપ્રિલથી 11 દિવસ સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આસિયાનમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામ શામેલ છે. ભારત આ ગ્રુપ સાથે 10.2 ટકા વ્યાપાર ધરાવે છે.