NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુષમા સ્વરાજે મનાવી કરવાચોથ, દુલ્હનની જેમ સજ્યા વિદેશમંત્રી, જુઓ Video

સુષમા સ્વરાજે મનાવી કરવાચોથ, દુલ્હનની જેમ સજ્યા વિદેશમંત્રી, જુઓ Video

 | 10:40 am IST

દેશભરમાં મહિલાઓએ રવિવારે કરવાચોથની ઉજવણી કરી. આખો દિવસ વ્રત રાખ્યા બાદ રાતે ચંદ્રમા સામે પતિના હાથે જળ ગ્રહણ કરીને વ્રત તોડ્યું. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કરવાચોથનું વ્રત રાખ્યું હતું અને ચંદ્રમાની પૂજા કરી. દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાન પર ધામધૂમથી કરવાચોથની ઉજવણી થઈ. સુષમા સ્વરાજે લાલરંગની સાડી પહેરી હતી અને દુલ્હનની જેમ શણગાર કર્યો હતો. તેઓ દુલ્હન જેવા લાગી રહ્યાં હતાં. અન્ય મહિલાઓ સાથે સુષમા સ્વરાજે ચંદ્રમાની પૂજા કરી અને આરતી ઉતારી તથા જળ ચઢાવીને વ્રત ખોલ્યું. મહિલાઓ પતિની લાંબી ઉમર માટે આ વ્રત રાખે છે. આખા દિવસ દરમિયાન મહિલાઓ કશું ખાતી નથી અને પાણી પણ પીતી નથી. આખો દિવસ નિર્જળા વ્રત કર્યા બાદ ચંદ્રમાને જોઈને પતિના હાથે પાણી પીને વ્રત તોડે છે.