sushma swaraj died at 67 tabu rumours to play her role in uzma baiopic
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુષ્માનું કૌવત જોઈને મેકર્સ થયાં’તા ફિલ્મ બનાવવા મજબુર, આ અભિનેત્રીનું નામ હતું ચર્ચામાં

સુષ્માનું કૌવત જોઈને મેકર્સ થયાં’તા ફિલ્મ બનાવવા મજબુર, આ અભિનેત્રીનું નામ હતું ચર્ચામાં

 | 10:26 am IST

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગ્જ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે સાંજે હૃદયનો એટેક આવવાના કારણે તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યાં હતા અને ત્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. પરંતુ સુષ્મા સ્વરાજનું ફિલ્મ જગત સાથે એક ખાસ પ્રકારનું કનેક્શન હતું. પાછળનાં દિવસોમાં એક ચર્ચાએ જોર પડક્યું હતું કે સુષ્મા સ્વરાજ પર ફિલ્મ બનાવવામાં આવે છે અને તેમાં તબ્બુ સુષ્માનો રોલ કરવાની છે.

જ્યારે સુષ્મા સ્વરાજ એક્સટર્નલ અફેર મિનિસ્ટર હતા ત્યારે એણે પાકિસ્તાનમાં ધરાર લગ્નનો શિકાર થયેલી ભારતીય નાગરિક ઉજમાં અહમદને વતન પાછી લાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. આ વાત માટે સુષ્માનાં બધાએ ખુબ વખાણ કર્યા હતા. ત્યારે તેનાં પર ફિલ્મ બનવાની ઘોષણા કરાવામાં આવી હતી. સુષ્માનાં રોલ માટે ચોતરફ તબ્બુનું નામ લેવામાં આવતું હતું. જો કે તબ્બુએ આ વાતને અફવા ગણાવી ખંડન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર ધીરજ કુમારે ઉજમા પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેને હિન્દુસ્તાન કી બેટી નામની ઓળખાણ મળી હતી. પાછળનાં બે વર્ષથી આ ફિલ્મનાં કાસ્ટિંગ માટે વાત ચાલી રહી છે. લગભગ બધી અભિનેત્રીઓનાં નામ આ ફિલ્મ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ હજુ કોઈ હીરોઈન સાથે વાત ફિક્સ નથી થઈ.

પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે શ્રદ્ઘા કપુરને આ ઉજમાની સ્ટોરી પસંદ આવી છે અને તેણે સાઈન પણ કરી દીધી છે. પરંતુ હજુ વાત પુરી રીતે નક્કી નથી થઈ. કોઈ આધિકારિક સુચના પણ જાહેર કરવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓ: સુષ્મા સ્વરાજના નિધન પર PM મોદી, રાષ્ટ્રપતિ અને રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન