sushma-swaraj-helped-this-indian-man-in-us
  • Home
  • Nri
  • લગ્ન પહેલા USમાં ભરાયો વરરાજા, સુષમાએ બરાબરનો ખખડાવ્યો અને પછી…

લગ્ન પહેલા USમાં ભરાયો વરરાજા, સુષમાએ બરાબરનો ખખડાવ્યો અને પછી…

 | 4:00 pm IST

લગ્નના બે અઠવાડિયા પહેલા પાસપોર્ટ ખોવાઈ જવાના કારણે અમેરિકામાં કામ કરી રહેલા એક ભારતીયને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જોરદાર ખખડાવ્યો હતો. ડી રવિ તેજા વૉશ્ગિટન ડીસીમાં નોકરી કરે છે. બે અઠવાડિયા બાદ તેમના લગ્ન છે. તેના માટે 10 ઓગસ્ટે તે ભારત આવવાનો હતો, પરંતુ તેની વચ્ચે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. પાસપોર્ટ ખોવાઈ ગયા પછી તે અમેરિકામાં ફસાઈ ગયો છે. એવામાં તેમને વિદેશ મંત્રીને ટ્વિટ કરી તેમની મદદની માંગણી કરી હતી.

તેજાએ સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, સુષમા સ્વરાજજી મારો પાસપોર્ટ અમેરિકાના વૉશ્ગિટન ડીસીમાં ખોવાઈ ગયો છે. 13-15 ઓગસ્ટે મારા લગ્ન છે. તેના માટે હું 10 ઓગસ્ટે ભારતની યાત્રા કરવાનો છું. પ્લીઝ મારી મદદ કરો, જેથી હું સમય પર લગ્નમાં પહોંચી શકું. તમે મારી એકમાત્ર આશાની કિરણ છો, જે પણ જરૂરી હોય તે કરો.

ડી રવિ તેજાએ ટ્વિટ કર્યા બાદ પહેલા તો સુષમા સ્વરાજે તેમને ખખડાવ્યા હતા. સુષમા સ્વરાજે લખ્યું, ‘ડી રવિ તેજા…તમે ખુબજ ખોટા સમય પર પોતાનો પાસપોર્ટ ખોયો છે, તમે તમારા લગ્નના યોગ્ય સમયે પહોચી શકો તેના માટે હું તમારી મદદ કરીશું.’

સુષમાએ અમેરિકામાં ભારતીય હાઈકમિશ્નર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને જલ્દીમાં જલ્દી પાસપોર્ટ અપાવવા કહ્યું છે.

તમને જણાવી દઈએ કે, તેજાએ આ મદદ માટે સ્વરાજનો આભાર માન્યો હતો. તેમને લખ્યું, કદાચ અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી સારા વિદેશ મંત્રી મળ્યા છે દેશને. અમને તમારા પર ગર્વ છે.