અતિથિ દેવો ભવ: ભીખ માંગતા રશિયન પર્યટકની મદદે આવ્યાં સુષમા સ્વરાજ - Sandesh
NIFTY 10,388.35 -63.95  |  SENSEX 33,790.17 +-220.59  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અતિથિ દેવો ભવ: ભીખ માંગતા રશિયન પર્યટકની મદદે આવ્યાં સુષમા સ્વરાજ

અતિથિ દેવો ભવ: ભીખ માંગતા રશિયન પર્યટકની મદદે આવ્યાં સુષમા સ્વરાજ

 | 10:34 am IST

ભારત આવેલા એક રશિયન પર્યટક પાસે રૂપિયા ખતમ થઈ જતા તેણે ભીખ માંગવા માટે મજબુર થવું પડ્યું. મીડિયા રિપોર્ટ્સને ગંભીરતાથી લેતા વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ રશિયન પર્યટકને પૂરેપૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. કહેવાય છે કે રૂપિયા નહીં હોવાના કારણે મજબુર થઈને રશિયન પર્યટકે તામિલનાડુના એક મંદિરમાં ભીખ માંગવાનો વારો આવ્યો હતો.

સુષમાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘ઈવેન્જલિન તમારો દેશ રશિયા ભારતનો ઘનિષ્ઠ મિત્ર છે. ચેન્નાઈમાં અમારા અધિકારી તમારી પૂરી મદદ કરશે.’ નોંધનીય છે કે 24 વર્ષના રશિયન પર્યટક ઈવેન્જલિનનો એટીએમ પીન લોક થઈ ગયો જેના કારણે તે રૂપિયા કાઢી શકવામાં અસમર્થ હતો. ઈવેન્જલિનને જ્યારે બીજો કોઈ ઉપાય ન જડ્યો તો તે કુમારકોટ્ટમ શ્રી સુબ્રમણ્યમ સ્વામી મંદિરના ગેટ પર બેસી ગયો. અહીં બેસીને ટોપી આગળ ધરીને લોકો પાસે ભીખ માંગવા લાગ્યો હતો.

સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઈવેન્જલિનના તમામ દસ્તાવેજો કાયદેસર હતાં. તેનો વીઝા પણ આગામી મહિના સુધીનો છે. સંપૂર્ણ તપાસ બાદ પોલીસે તેને કેટલાક રૂપિયા આપ્યાં અને તેને ચેન્નાઈ જવાની સલાહ આપી જ્યાં તેને રશિયન વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓનો સંપર્ક કરવાનું કહેવાયું.

અત્રે નોંધનીય છે કે વિદેશમંત્રી સુષમા સ્વરાજે અગાઉ પણ દુનિયાભરમાં વસેલા ભારતીયો જ નહીં પરંતુ સરહદપારના લોકોની મદદ માટે પણ સોશિયલ મીડિયાને ભરપૂર ઉપયોગમાં લીધુ હતું. આ કારણે તેમને બિરદાવવામાં પણ આવે છે.