Sushma Swaraj will not be Cabinet Minister this Time
  • Home
  • Election 2019
  • મોદી સરકારમાં ચોંકાવનારો ખુલાસો, સુષમા સ્વરાજ નહીં બને કેબિનેટ મંત્રી, આ છે કારણ

મોદી સરકારમાં ચોંકાવનારો ખુલાસો, સુષમા સ્વરાજ નહીં બને કેબિનેટ મંત્રી, આ છે કારણ

 | 7:51 pm IST

નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા છે. દિવસભરથી આ વાતની અટકળોનો માહોલ ગરમાયો હતો કે કોણ-કોણ મંત્રીમંડળમાં સામેલ થશે. જોકે સાંજ થતા-થતા મંત્રીઓના નામનો ખુલાસો થઈ ગયો. સૌથી મોટી ખબર સામે આવી કે અમિત શાહ કેબિનેટમાં સામેલ થશે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમિત શાહને શુભેચ્છા આપતા ખુલાસો કર્યો કે તેઓ મંત્રી બનશે. પરંતુ બીજી તરફ એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા કે સુષમા સ્વરાજ મંત્રીમંડળમાં સામેલ નહીં થાય.

દિવસભરની અટકળો બાદ સાંસદોના નામનો ખુલાસો થયો છે. અમિત શાહ કેબિનેટમાં સામેલ થશે એ વાત સાચી સાબિત થઈ છે. જોકે ખબર એવી પણ આવી છે કે અમિત શાહને નાણાં મંત્રાલય આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના કદ્દાવર તેના અને એનડીએની પહેલી સરકારમાં નાણામંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર અરુણ જેટલીએ ખરાબ સ્વાસ્થ્યના કારણે મંત્રીમંડળમાં સામેલ થવાથી ઇન્કાર કર્યો હતો. જ્યારે હવે મોદીની ગત સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષમા સ્વરાજએ પણ મંત્રી બનવાથી ઇન્કાર કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે સુષમા સ્વરાજે પણ સ્વાસ્થ્ય કારણોસર જ કેબિનેટમાં ફરી સામેલ થવાથી ઇન્કાર કર્યો છે. જોકે સુષમા સ્વરાજે શપથવિધિમાં હાજરી આપી છે. પરંતુ તેઓ દર્શકો વચ્ચે બેઠા છે.

વિદેશ મંત્રી તરીકે ભજવ્યો હતો મહત્વનો રોલ

આપને જણાવી દઈએ કે વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ સામાન્ય જનતા વચ્ચે ઘણી લોકપ્રિય સાબિત થઈ હતી. વિદેશોમાં ફસાયેલ ભારતીય લોકોના પરિવારના સદસ્યોએ ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી સુષમા સ્વરાજથી મદદની માગ કરી હતી અને દર વખતે સુષમા સ્વરાજે સામે આવીને લોકોની મદદ પણ કરી. સુષમા સ્વારજના રાજકીય કરિયરની શરુઆત ઇમરજન્સી દરમિયાન થઈ હતી. જોકે આધિકારીક તરીકે તેમની એન્ટ્રી રાજનીતિમાં ત્યારે થઈ જ્યારે તેઓ 1977માં હરિયાણાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 25 વર્ષની ઉંમરમાં તેમને હરિયાણા સરકારમાં શ્રમ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 1990માં તેઓ પહેલીવાર સાંસદ બન્યા.

સુષમા સ્વરાજના રાજકીય કરિયરમાં 1999માં સૌથી મોટો વળાંક આવ્યો હતો. જ્યારે તેમને બેલ્લારીથી સોનિયા ગાંધી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ સુષમા સ્વરાજ ચૂંટણી હારી ગયા હતા. 2000માં સુષમા રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન