Sushmita Sen became Miss Universe 26 years ago
  • Home
  • Photo Gallery
  • મિસ યુનિવર્સ બન્યાનાં 26 વર્ષ બાદ સુષ્મિતાની કાયામાં આવ્યો આટલો બદલાવ, 10 લોકો સાથે હતું લફરું PICS

મિસ યુનિવર્સ બન્યાનાં 26 વર્ષ બાદ સુષ્મિતાની કાયામાં આવ્યો આટલો બદલાવ, 10 લોકો સાથે હતું લફરું PICS

 | 6:40 pm IST

મિસ યુનિવર્સ બનનાર પહેલી ભારતીય મહિલા સુષ્મિતા સેન હતી. 1994માં તેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ભારતનું નામ રોશન કર્યું હતું. આજે તે વાતને 26 વર્ષ પૂરા થયા છે. સુષ્મિતાએ હંમેશા પોતાની પસંદગીભરી જિંદગી જીવી છે અને પોતાના નિયમો બનાવ્યા છે. સુષ્મિતા સેને 24 વર્ષની ઉંમરમાં એક મહત્વપૂર્ણ નિર્યણ કર્યો હતો અને એટલું જ નહીં આ નિર્ણયે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું. આપણે જણાવી દઈએ કે એક્ટ્રેસે 24 વર્ષની ઉંમરમાં જ એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. બાળકીને દત્તક લીધા બાદ અને માતાની જવાબદારી લીધા બાદ સુષ્મિતા સેનનું જીવન સ્થિર થયું હતું. જોકે તેને કહ્યું કે તે સમય તેના માટે ઘણો કઠિન સમય હતો. કારણ કે તે જ સમયે તે બોલિવૂડમાં ટોપ પર હતી.

રોહમન પહેલા પણ સુષ્મિતાનાં એક-બે નહીં, 10 બૉયફ્રેન્ડ રહી ચુક્યા છે. તેની જિંદગી હંમેશા એવી અભિનેત્રી તરીકેની રહી છે જેણે પોતાની શરતો પર જિંદગી જીવી છે. સુષ્મિતાએ ઘણી નાઇટ ક્લબોનાં માલિક રિતિક ભસીનને 2 વર્ષ સુધી ડેટ કર્યો હતો. બિલ્ડર ઇમ્તિયાઝ ખત્રી પણ કેટલાક સમય માટે સુષ્મિતાનો પ્રેમી રહી ચુક્યો છે અને એક ટેલેન્ટ કંપની ચલાવનાર બંટી સચદેવાનો પણ આવો જ સીન રહ્યો છે. તો અભિનેતા રણદીપ હુડ્ડા સાથે પણ સુષ્મિતાનું અફેર રહ્યું છે.

રણદીપ હુડ્ડા સાથે બ્રેકઅપ બાદ સુષ્મિતા એડમેન માનવ મેનન સાથે રિલેશનમાં આવી હતી. રિલેશનમાં આવ્યા બાદ માનવની ફિલ્મ ‘રાની લક્ષ્મીબાઈ’ને સુષ્મિતાએ પ્રોડ્યુસ કરી હતી. હોટલ માલિક સંજય નારંગ પણ એક સમયે સુષ્મિતાનો બૉયફ્રેન્ડ હતો. એવું પણ કહેવાય છે કે સુષ્મિતા અને સંજયે સગાઈ કરી લીધી હતી, પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતુ. સુષ્મિતા ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે પણ રિલેશનમાં રહી હતી. તો પોતાની ફિલ્મ ‘દૂલ્હા મિલ ગયા’નાં નિર્દેશક મુદ્દસર અઝીઝ સાથે પણ સુષ્મિતાનું અફેર હતુ. તો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ સુષ્મિતાનાં અફેરની ચર્ચાઓ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન