sushmita sen brother rajeev sen weds tv actress charu ceremony photos
  • Home
  • Photo Gallery
  • સુષ્મિતા સેનનાં ભાઈ રાજીવના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ લગ્નની વિધી

સુષ્મિતા સેનનાં ભાઈ રાજીવના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ લગ્નની વિધી

 | 3:13 pm IST

7 જૂન 2019નાં રોજ કોર્ટ મેરેજ કર્યા પછી સુષ્મિતા સેનનાં ભાઈ રાજીવ સેને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા સાથે હિન્દુ રિતી-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. લગ્નનું આ શાનદાર ફક્શન ગોવામાં 16 જૂનનાં રોજ થયું. પરિવાર અને મિત્રોની હાજરીમાં આ લગ્ન થયાં. રાજીવ અને ચારુની આ રિત-રિવાજ પ્રમાણેનાં જે લગ્ન થયા એના ફોટો સામે આવ્યાં છે. બંન્ને સાથે હોય એટલે પરફેક્ટ કપલ જેવું લાગે છે.

રાજીવ ચારુની માંગમા સિદુંર ભરતો હોય એવા ફોટો વાયરલ થઈ રહ્યાં છે. આખો પરિવાર પણ આ ઘડીનો સાક્ષી છે. સુષ્મિતા સેનની ખુશી પણ એના મોઢા પર દેખીતી રીતે જોઈ શકાય છે. લાલ જોડામાં દુલ્હન બનેલી ચારુ પણ જોરદાર લાગે છે. આ ક્યુટ કપલની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તો તમે પણ જુઓ લગ્નની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન