Sushmita Sen Confessed Her Love To Rohman Shawl
  • Home
  • Featured
  • Photos: ખુલ્લેઆમ સુષ્મિતાએ રોહમન સાથે કર્યો પ્રેમનો ઇઝહાર, જોઇલો તસવીરો

Photos: ખુલ્લેઆમ સુષ્મિતાએ રોહમન સાથે કર્યો પ્રેમનો ઇઝહાર, જોઇલો તસવીરો

 | 4:01 pm IST

સુષ્મિતા સેન અત્યારે પોતાની રીલેશનશિપનાં કારણે ચર્ચામાં છે. તે રોહમન શૉલને ડેટ કરી રહી છે. રોહમન તેનાથી ઉંમરમાં નાનો છે, પરંતુ બંનેની બૉન્ડિંગ ચર્ચાનો વિષય બની છે. બંને સાથે સારો સમય વિતાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર બંને તસવીરો અને વિડીયો શેર કરતા રહે છે. તાજેતરમાં જ સુષ્મિતાએ બૉયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી છે અને પ્રેમનો ઇઝહાર કર્યો હતો. શેર કરવામાં આવેલી તસવીરોમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી.

તસવીરોમાં બંને શાનદાર આઉટફિટમાં જોવા મળ્યા. ફૉટો શેર કરતા સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘Mmuuaaaah!!!! I Love You.’ જણાવી દઇએ કે વર્ષ 2018માં એક ફેશન શૉ દરમિયાન બંને મળ્યા હતા. અહીંથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બંને ડેટ કરવા લાગ્યા. ફક્ત સુષ્મિતા જ નહીં, તેની દીકરી સાથે પણ રોહમનની સારી બૉન્ડિંગ છે. રોહમન બંનેની સારી બૉન્ડિંગ શેર કરે છે. બંનેનાં કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે.

પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો સુષ્મિતા ફરીથી ફિલ્મોમાં પુનરાગમન કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેનની ફેન ફૉલોઇંગ ઘણી લાંબી છે. સુષ્મિતાએ વર્ષ 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન