સિંગલ નથી સુષ્મિતા સેન, ટ્વિટર પર લખ્યું 'Completely Yours' - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિંગલ નથી સુષ્મિતા સેન, ટ્વિટર પર લખ્યું ‘Completely Yours’

સિંગલ નથી સુષ્મિતા સેન, ટ્વિટર પર લખ્યું ‘Completely Yours’

 | 12:26 pm IST

સુષ્મિતાની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ તેણે એક ટ્વિટ કર્યું હતું જેનાથી એ વાત તરફ ઇશારો થાય છે કે તેની જિંદગીમાં કોઇક છે અને તે સિંગલ નથી.

એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક કોટ શેર કર્યું હતું. જેમાં લખ્યું હતું, ‘હું મારા હાફ ભાગને શોધી રહી નથી, કારણ કે હું હાફ નથી.’ સાથે જ તેણે કેપ્શનમાં ‘Completely Yours’ લખ્યું હતું.

આ પોસ્ટ જોઇને તો એવું જ લાગે છે કે તે કોઇકને ડેટ કરી રહી છે. સમાચાર હતા કે સુષ્મિતાએ રિતિક ભસીન સાથેના તેના સંબંધને બાય બાય કહી દીધું છે, પરંતુ બ્રેકઅપની ખબરો પછી બંનેએ ઝહિર ખાન અને સાગરિકાનાં લગ્નમાં સાથે એન્ટ્રી કરી હતી. બંનેને સાથે જોઇને માનવામાં આવ્યું કે બંનેનાં બ્રેકઅપની ખબરો એક અફવા હતી. એવી પણ ખબરો છે કે રિતિકનાં દોસ્તો તેને જલદી લગ્ન કરવાનું કહી રહ્યા છે. સુષ્મિતાની પોસ્ટથી માનવામાં આવી રહ્યું છે કે તેને પોતાનો ‘લવ મેન’ મળી ગયો છે અથવા તે રિતિક ભસીનની વાત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રિતિકનાં સિવાય સુષ્મિતાનું નામ વિક્રમ ભટ્ટ, રણદીપ હુડા, વસીમ અકરમ અને બંટી સચદેવા સાથે જોડાઇ ચુક્યું છે.