Sushmita sen said web series Aarya has changed her life!
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગંભીર બીમારીથી પીડાઈ રહેલી સુસ્મિતાની ‘Aarya’ એ બદલી નાખી જિંદગી!

ગંભીર બીમારીથી પીડાઈ રહેલી સુસ્મિતાની ‘Aarya’ એ બદલી નાખી જિંદગી!

 | 10:54 am IST
  • Share

  • આર્યાની તેના જીવન પર પડેલી અસર વિશે સુસ્મિતાએ ખૂલીને વાત કરી 

  • વેબ સીરિઝ Aaryaની પહેલી સિઝન જબરજસ્ત હિટ રહી 

બોલિવૂડ સ્ટાર સુસ્મિતા સેને ભલે થોડીઘણી જ ફિલ્મો કરી હોય પણ તેની લોકપ્રિયતા ઘણી છે. લોકોનાં હૈયાંમાં આ ટેલેન્ટેડ અને સ્માર્ટ એક્ટ્રેસનું આગવું સ્થાન રહ્યું છે. તેની પાછળ તમે તેની સ્માર્ટનેસ અને તેનો સાલસ સ્વભાવ કારણભૂત ગણી શકો છો. 

ગત 16 નવેમ્બરે સુશે તેનો 46મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ જન્મદિવસ બાદ તેણે જે વીડિયો મૂક્યા હતા તે જોઈને તેના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. સુશે પોતાના જન્મદિવસ બાદ સોશિયલ મીડિયામાં લાઇવ થઇને તેના ફેન્સનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તે એક મોટી સર્જરીમાંથી તાજેતરમાં જ પસાર થઈ છે. તે એક સુંદર શહેરમાં છે, અને સર્જરી બાદ રિકવર કરી રહી છે. આ જન્મદિવસે તેનો નવો જન્મ થયો હોય એવું તેને લાગી રહ્યું છે. 

તેણે જણાવ્યું હતું કે હું મારા ફેન્સ સાથે ઘણું શૅર કરવા માંગું છું, પણ તેને હજી થોડો સમય છે. સુશે શેની સર્જરી કરાવી છે તે હજી જાણવા નથી મળ્યું. પણ સર્જરી બાદ તેણે વાળ એકદમ નાના કરાવી નાખ્યા છે. આ જોતાં લાગે છે કે તે ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. એક પોસ્ટમાં તેણે એમ પણ લખ્યું હતું કે જન્મદિવસનો સૌથી મોટો ઉપહાર એ છે કે તમે જીવિત છો.

એક ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી સુસ્મિતા સેન સ્ટારર વેબ સીરિઝ Aarya ની પહેલી સિઝન જબરજસ્ત હિટ રહી હતી. આ સીરિઝમાં પૂર્વ મિસ વર્લ્ડ સુસ્મિતા સેનનો અભિનય જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. હવે નિર્માતાઓ તેની બીજી સિઝન લઈને આવી રહ્યાં છે અને તેનું ટિઝર પણ લૉન્ચ કરી દેવાયું છે ત્યારે સુસ્મિતા સેનની પ્રતિક્રિયા આવી છે. જેમાં તેણે આ વેબ સીરિઝની તેના જીવન પર પડેલી અસર વિશે ખૂલીને વાત કરી છે.

શુસે જણાવ્યું હતું કે આર્યા પહેલાં હું એક અભિનેતાની જેમ હતી. વ્યક્તિગત મોરચે પણ તેણે ઘણાં પડકારોનો સામનો કરવો પડયો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, દુનિયાએ મને મારી મહેનતનું ફળ આપવું જોઈતું હતું, કેમ કે ત્યાં સુધી પહોંચવા માટે મેં ઘણી મહેનત કરી હતી અને Aaryaને હું એ મહેનતનું ફળ કહી શકું છું.

સફળતાની આ ક્ષણો બહુ લાંબા સમય પછી આવી છે અને હું તેનો આનંદ ઉઠાવી રહી છું. આર્યાએ અનેક સ્તરે મારી જિંદગી બદલી નાખી છે. એક અભિનેત્રી તરીકે તેનો ભાગ બનવું એક રોમાંચક અનુભવ હતો. આ એક ઓલરાઉન્ડર અનુભવ હતો જેણે ચોક્કસ જ મારી જિંદગીને વધારે સારી બનાવી છે. ઉલ્લેખનીય છે કે આર્યા સીરિઝની બીજી કડી ટૂંક સમયમાં એક ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. હાલમાં જ તેનું ટિઝર રજૂ થયું છે જેમાં સુસ્મિતાના ગરમ મિજાજને હાઈલાઈટ કરવામાં આવ્યો છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો