સુષ્મિતાએ કમર પર બનાવડાવ્યું ટાઇગરનું ટેટૂ, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ તસવીર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુષ્મિતાએ કમર પર બનાવડાવ્યું ટાઇગરનું ટેટૂ, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

સુષ્મિતાએ કમર પર બનાવડાવ્યું ટાઇગરનું ટેટૂ, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

 | 12:41 pm IST

બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની સુંદરતાને લઇને અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તે ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી હોય છે. સુષ્મિતાએ તાજેતરમાં એક એવી તસવીર પોસ્ટ કરી છે જેને યૂઝર્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. સુષ્મિતાએ પોતાની કમર પર ટાઇગરનું એક મોટું ટેટૂ બનાવડાવ્યું છે. જેની તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સુષ્મિતાની આ તસવીરની વાત કરીએ તો તેણે પોતાના હાથ ઉપર કરેલા છે અને બ્લેક કલરની બિકીની પહેરેલી છે. જે અંદાજમાં સુષ્મિતાએ પોતાના ચાહકોને ટેટૂ બતાવ્યું છે તે કાબિલ-એ-તારીફ છે. સુષ્મિતાની આ તસવીરને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ સુષ્મિતાનાં આ ફોટો પર કોમેન્ટ કરીને પ્રશંસા કરી રહ્યા છે.

 


આ તસવીરમાં લાઇટ ઇફેક્ટનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રથમવાર નથી કે સુષ્મિતાએ પોતાની સુંદર તસવીર પોસ્ટ કરી હોય. સુષ્મિતાનું એકાઉન્ટ સુંદર તસવીરોથી ભરેલું છે.

આ પહેલા સુષ્મિતાએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની દીકરીઓને ઇંગ્લિશ શીખવી રહી છે. સોશ્યલ મીડિયા પર સુષ્મિતાની આવી તસવીર જોઇને ચાહકો તેના ફિલ્મોમાં આવવાની રાહ જોઇ રહ્યા છે.