sushmita sen to malaika arora actresses who found love in their 40s
  • Home
  • Featured
  • Photes: સુષ્મિતાથી લઈને મલાઈકા સહિત આ એકટ્રેસને 40ની ઉંમર પછી મળ્યો સાચો પ્રેમ

Photes: સુષ્મિતાથી લઈને મલાઈકા સહિત આ એકટ્રેસને 40ની ઉંમર પછી મળ્યો સાચો પ્રેમ

 | 9:06 am IST

પ્રેમને ઉંમરના સિમાડાઓ હોતા નથી. બીટાઉનમાં કેટલાક એકટ્રેસ એવા છે જેને જોઈને આ વાત સો ટકા સાચી લાગે. બોલિવૂડની કેટલીક એવી એકટ્રેસ છે જેને 40ની ઉંમર પાર કર્યા પછી સાચો પ્યાર મળ્યો હતો. આ કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચાયા છે. આજે આપણે એવી જ કેટલીક એકટ્રેસ વિશે વાત કરીશું.

મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેનનું નામ આ મામલે અવ્વલ આવે. પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. સુષ્મિતાની ઉંમર 43 વર્ષ છે અને રોહમનની ઉંમર 28 વર્ષની છે.

45 વર્ષની મલાઈકા અરોરા પતિ અરબાઝ ખાન સાથે તલાક લિધા પછી એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે. 34 વર્ષનાં અર્જુન કપૂરે પોતાના બર્થડે પર ખુલીને તેના આ સંબંધને સ્વીકાર્યો હતો. આજે આ કપલ સોશિયલ મીડિયા પર છવાયેલું છે.

પૂજા બત્રાએ લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. 42 વર્ષની ઉંમરે તેણે 46 વર્ષના નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા અને નવી જિંદગીની શરૂઆત કરી હતી. હાલ આ લોકો પોતના લગ્નજીવનને માણી રહ્યા છે. પૂજાના આ બીજા લગ્ન છે આ પહેલા પૂજાએ 2011માં છૂટાછેડા લીધા હતા.

પૂજા બેદીના નામ અલગ અલગ લોકો સાથે જોડાતા તે હંમેશા ચર્ચામાં રહી હતી. 49 વર્ષની પૂજાએ માણેક કોન્ટ્રાક્ટર સાથે ફેબ્રુઆરી 2019માં સગાઈ કરી લીધી છે.

રંગીલી ગર્લ ઉર્મિલા માંતોડકરે અચાનક લગ્ન કરી પ્રશંસકોને હેરાન કરી દીધા હતા. કોઈને ખબર પણ ન હતી કે આ એકટ્રેસ આમ અચાનક ઠરી ઠામ થઈ જશે. 42 વર્ષની ઉંમરે 2016માં કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે તેણે લગ્ન કર્યા હતા

નીના ગુપ્તા પોતાની ફિલ્મો કરતા તેની ખાનગી લાઈફને લઈને ચર્ચામાં છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે રિલેશન બાદ તે કુંવારી માતા બની અને લગ્નકર્યા વગર જ માતૃત્વ ધારણ કર્યુ. તેની પુત્રી મસાબા પ્રખ્યાત ફેશન ડિઝાઈનર છે. નીનાના જીવનમાં એક વાર ફરીથી રોશનીનું કિરણ દિલ્હીના વિવેક મેહરાના રૂપમાં ઉગ્યુ. વર્ષ 2008માં યૂએસમાં વિવેક સાથે લગ્ન કરી લીધા એ સમયે નીના 48 પ્લસની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન