Sushmita Sen Went to Shilpa's HomeFor Diwali Party
  • Home
  • DIWALI
  • Photos: શિલ્પાનાં ત્યાં ઉમટ્યું બોલીવુડ, બૉયફ્રેન્ડ સાથે પહોંચી ‘વિશ્વ સુંદરી’

Photos: શિલ્પાનાં ત્યાં ઉમટ્યું બોલીવુડ, બૉયફ્રેન્ડ સાથે પહોંચી ‘વિશ્વ સુંદરી’

 | 5:21 pm IST

સુષ્મિતા સેન મૉડલ રોહમન શૉલને પહેલીવાર એક ફેશન ઇવેન્ટમાં મળી હતી, ત્યારબાદ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજમહેલ હોય કે એરપોર્ટ બંને અત્યાર સુધી ઘણીવાર સાથે જોવા મળી ચુક્યા છે. શિલ્પા શેટ્ટીની દીવાળી પાર્ટીમાં બૉયફ્રેન્ડ સાથે સુષ્મિતા પહોંચી હતી. અહીં પણ સુષ્મિતા રોહમન સાથે પહોંચી હતી. અહીં બંને હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી તેની સાથે મૉડલ રોહમન શૉલની બૉન્ડિંગને જોવા મળી રહી છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે બંનેએ પોતાના રિલેશનને ઑફિશિયલ કરવાનો પ્લાન બનાવી લીધો છે. સુષ્મિતા આમ તો ફિલ્મોથી દૂર ચાલી રહી છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અવાર-નવાર ફિટનેસ વિડીયો શેર કરતી રહે છે. શિલ્પાનાં ત્યાં દીવાળી પાર્ટીમાં સલમાન ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, નેહા ધૂપિયા-અંગદ બેદી સહિતનાં સ્ટાર્સ પહોંચ્યા હતા.

તાજેતરમાં જ સુષ્મિતા પોતાના આ નવા પ્રેમીને લઇને તાજમહેલ ગઈ હતી. આ તસવીરમાં સુષ્મિતા રોહમન સાથે હેન્ડસ્ટેંડ કરતી જોવા મળી હતી. આ તસવીર શેર કરતા સુષ્મિતાએ લખ્યું, ‘તે યુવાન અને લાંબો છે, હું બુદ્ધિમાન અને કઠોર છું. પરફેક્ટ. પ્રેમ પણ અનુશાસનવાળો છે.’ આ જોડીનો પ્રેમ અત્યારે સાતમાં આકાશે છે. આ તસવીરને સુષ્મિતાનાં ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે.