ભચાઉના સસ્પેન્ડેડ PSIએ DySPને સોશિયલ મીડિયા પર આપી ધમકી - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભચાઉના સસ્પેન્ડેડ PSIએ DySPને સોશિયલ મીડિયા પર આપી ધમકી

ભચાઉના સસ્પેન્ડેડ PSIએ DySPને સોશિયલ મીડિયા પર આપી ધમકી

 | 12:48 pm IST

ભચાઉના સસ્પેન્ડેડ PSIએ DySP રાકેશ દેસાઈને ખુલ્લેઆમ ધમકી આપી છે. આ ધમકી સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આપી હોવાથી હવે તેની ચર્ચા લોકોમાં જાગી છે. સોશિયલ મીડિયામાં પીએસએઈ રજવાડું પાછું જોઈએ એવા શબ્દનો ઉલ્લેખ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉ પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ નિભાવતા શ્યામરાજસિંહ ચાવડા દ્વારા સોશ્યલ મીડીયા પર 24 ડિસેમ્બરના રોજ રાત્રે એક વાગ્યે પોતાના ફોટા સાથે એક પોસ્ટ નાખીને લખ્યુ છે કે ‘બીજી વાર સસ્પેન્ડ થયો અને પોલીસ વિભાગમાં સાત વર્ષ પુર્ણ કર્યા, પણ હજી ફુલ પેમાં નથી. ડીવાયએસપી રાકેશ દેસાઈને ઉડાડી દેવાની ખુલ્લી ધમકી, 506 (2), આઈ વોન્ટ બેક રજવાડુ’.

પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્યામરાજસિંહ ચૂંટણી બંદોબસ્તમાં ન આવતા તેને સસ્પેન્ડ કરાયા હતા. આ પોસ્ટ બાદથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને ચર્ચાનો દોર છેડાયો હતો. પરંતુ હજી સુધી આ અંગે કોઇ કાર્યવાહી ન કરાતા કે પોસ્ટ ડિલીટ પણ ન કરાતા આશ્ચર્ય સર્જાયુ છે. આંતરીક સુત્રોએ જણાવ્યું હતું કે અગાઉ સુરતમાં પણ તેમને ખરાબ વર્તુણુક માટે સસ્પેન્ડ કરાયા હતા.