Suspense grows as seniority list drawn for Protempt Speaker’s post
  • Home
  • Featured
  • તો ભારતીય રાજકારણમાં બનશે અનોખો સંયોગ, જેઠાણીએ દેરાણીને કહેવા પડશે ‘મેડમ’

તો ભારતીય રાજકારણમાં બનશે અનોખો સંયોગ, જેઠાણીએ દેરાણીને કહેવા પડશે ‘મેડમ’

 | 11:36 pm IST

લોકસભામાં એવો પ્રસંગે આવી શકે છે કે જ્યારે સોનિયા ગાંધીએ તેમના દેરાણી મેનકા ગાંધીને મેડમ સ્પીકર કહીને બોલાવવા પડે. સૌથી વરિષ્ઠ સાંસદ હોવાને કારણે મેનકા ગાંધી જો પ્રોટેમ સ્પીકર તરીકે પસંદગી પામ્યો તો તેઓ સોનિયા ગાંધીને શપથ લેવડાવશે. સાથે એવી પણ ચર્ચા છે કે તેમને લોકસભાના અધ્યક્ષ પણ બનાવી શકાય છે.

મેનકા દેશના સૌથી મોટા રાજકીય ઘરાના ગાંધી પરિવારના વહુ છે પરંતુ મતભેદોને કારણે તેઓ પરિવારમાંથી અલગ થઈ ગયા હતા. આ વખતની લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી તેમની જુની બેઠક રાયબરેલી પરથી જીત્યા છે.

ભાજપમાં હાલમાં મેનકા ગાંધી કે જેઓ સુલતાનપુરથી સાંસદ છે તેઓ પાર્ટીમાં સૌથી વરિષ્ઠ છે અને સોથી સિનિયર હોવાને નાતે તેમને અધ્યક્ષ પદની જવાબદારી મળી શકે છે. ભાજપમાં આ વાતની ચર્ચા ચાલી રહી છે. સૌથી વરિષ્ઠ સાંસદ હોવાને કારણે મેનકા ગાંધી જો પ્રોટેમ સ્પીકર તરીકે પસંદગી પામ્યો તો તેઓ સોનિયા ગાંધીને શપથ લેવડાવશે.

લોકસભાના સ્પીકર બનવાની રેસમાં મેનકા ગાંધીની ઉપરાંત રાધા મોહન સિંહ, વિરેન્દ્ર કુમાર એસએસ આહુવાલિયા, નંદ કુમાર ચોહાણનું નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન