Suspicious activity of Pakistan at Gujarat Sea Coastal
  • Home
  • Featured
  • ગુજરાતના આ બે સ્થળોના દરિયાકાંઠે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ દેખાઇ, કંઇક મોટું થવાના એંધાણ

ગુજરાતના આ બે સ્થળોના દરિયાકાંઠે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ દેખાઇ, કંઇક મોટું થવાના એંધાણ

 | 2:57 pm IST

ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલ સંબંધો વણસેલા છે, ત્યારે પાકિસ્તાન ભારતમાં કંઇ મોટું ષડયંત્ર કરવાની કોશિશો કરતું રહે છે. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પાકિસ્તાની ત્રાસવાદીઓ અને તાલીમબદ્ધ કમાન્ડોઝ ગુજરાતમાં ઘૂસી જવાની પેરવી કરી રહ્યા છે.

અરબી સમુદ્રના આ અત્યંત સંવેદનશીલ જળ વિસ્તારમાંથી છાશવારે ત્યજી દેવાયેલી હાલતમાં પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી રહી છે ત્યારે પાકિસ્તાન દ્વારા વધુ એક શરમજનક હરકત કરવામાં આવી રહી છે.

ગુજરાતના સમુદ્ર કિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ મળતા ભારતની સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટલ એરિયામાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ મળતી માહિતી પ્રમાણે, જામનગરના દરિયા કિનારે શંકાસ્પદ હલચલ દેખાતા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે. એજન્સીઓને શંકા છે કે જામનગરના દરિયા કિનારેથી કચ્છના હરામીનાળા પાસેના વિસ્તારમાંથી પાકિસ્તાન પોતાના ઘુસણખોરોને ઘુસાડી શકે છે.

ઘુસણખોરીની શંકાએ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્ગારા કોસ્ટલ એરિયામાં સઘન પેટ્રોલિંગ હાલ ચાલી રહ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હલચલ દેખાતા કચ્છ કલેક્ટર, SP સહિતના તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે, અને સર્તક રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની જામનગરના સમુદ્રી વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી છે. આ સિવાય એજન્સીઓને શંકા છે કે કચ્છમાં હરામીનાળા પાસેથી પાકિસ્તાન પોતાના ઘૂસણખોરોને ઘુસણખોરી કરાવીને મોટા ષડયંત્રને અંજામ આપી શકે છે.

પાકિસ્તાની ઘુસણખોરીની આશંકાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. હાલ બી.એસ.એફ., નેવી, કોસ્ટગાર્ડ સહીતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોસ્ટલ એરીયામાં સઘન પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. હાલ કચ્છ કલેકટર, એસ.પી. સહીતના તંત્રને ઘટનાની ગંભીરતાની જાણ કરી દેવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન