Hrithik Roshan's Ex Wife Sussanne Khan Wishes On His Birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋતિક રોશનનાં બર્થડે પર પૂર્વ પત્ની સુઝૈન ખાને કર્યું વિશ, પૉસ્ટમાં જ કહી દીધી દિલની વાત

ઋતિક રોશનનાં બર્થડે પર પૂર્વ પત્ની સુઝૈન ખાને કર્યું વિશ, પૉસ્ટમાં જ કહી દીધી દિલની વાત

 | 1:39 pm IST

બોલીવુડ એક્ટર ઋતિક રોશન 10 જાન્યુઆરીનાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. બર્થડે પર તેની એક્સ-વાઇફ સુઝૈન ખાને પણ તેને વિશ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર સુઝૈન ખાને ઋતિક રોશનની સાથે એક ફૉટો શેર કર્યો છે. ફૉટો સાથે તેણે એક સ્પેશલ મેસેજ પણ લખ્યો છે. તેણે પોતાની પૉસ્ટમાં ઋતિકને ‘સૉલમેટ’ ગણાવ્યો છે.

સુઝૈને ઋતિકને વિશ કરતા લખ્યું કે, ‘Happiest Happy Birthday To My BFF. from and through this world…and onto other realms..💫🌎 the force will always be with you ♥️♥️♥️😇🙌🏻 #shineonunlimited #thisman #bestBBF #10january2019❣️ #bestdadintheworld❤️ #soulmate.’ સુઝૈનની આ પૉસ્ટ બાદ યુઝર્સે કહ્યું કે તમારે બંનેએ ફરી લગ્ન કરી લેવા જોઇએ.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ ઋતિક રોશન સુઝૈન ખાન અને તેના બંને દીકરા સાથે મુંબઈનાં સિનેમાહૉલની બહાર જોવા મળ્યો હતો. એવા સમાચાર હતા કે બંને બાળકો સાથે ફિલ્મ જોવા ગયા હતા. આ પહેલા તેઓ બંને બાળકો સાથે લંડનમાં રજાઓ ગાળવા ગયા હતા. ઋતિક અને સુઝૈન બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્રિપની તસવીરો શેર કરી હતી.

છૂટાછેડા બાદ પણ બંને ઘણી વખત એકસાથે જોવા મળે છે. મીડિયામાં બંને ફરી લગ્ન કરશે તેવી ચર્ચા પણ થઈ રહી છે. જો કે બંનેએ આ ખબરોને ફક્ત અફવા ગણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન