બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ બનશે વર્ક વીઝા - Sandesh
  • Home
  • Nri
  • બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ બનશે વર્ક વીઝા

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સરળ બનશે વર્ક વીઝા

 | 9:29 am IST

બ્રિટનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ક વીઝા મેળવવાનું સરળ બની રહેશે. બ્રિટને ઈમિગ્રેશન માટે 11 જાન્યુઆરીથી નવા નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમ પ્રમાણે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ પછી ટાયર-4 વીઝાને ટાયર-2 (સ્કિલ્ડ વર્કર વીઝા)માં સરળતાથી તબદીલ કરી શકશે.

વર્તમાન નિયમ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીએ ટાયર-2 વીઝા માટે ડીગ્રી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે. આ કારણે વિદેશી વિદ્યાર્થીને અભ્યાસ પછી નોકરી શોધવામાં ખુબ ઓછો સમય મળે છે. દાખલા તરીકે જો કોઈ વિદ્યાર્થી પીજીનો અભ્યાસ કરે છે તો તેને વીઝા અરજી કરવા માટે ડિગ્રી મળે ત્યાં સુધી રાહ જોવી પડે છે.

ઈવાઈ-યુકેના ન્યૂઝ લેટરમાં જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થી નવા નિયમ પ્રમાણે કેટલાક મહિના અગાઉ ટાયર-2 વીઝા માટે અરજી કરી શકે છે. લંડનના મેયર સાદીકખાને આ નવી શ્રેણીના વીઝાને સમર્થન પૂરું પાડયું છે.

હાલમાં ટાયર-4 વીઝા ધરાવનાર વિદ્યાર્થી માટે ટાયર-2 વીઝામાં તબદિલી સરળ નથી. કારણ કે તેમની પાસે ડિગ્રી હોતી નથી અથવા સ્ટુડન્ટ વિઝાની મુદત પૂરી  થઈ ગઈ હોય છે.