Suzuki Company Launched Gixxer 150 Bike in India
  • Home
  • Featured
  • સુઝુકીએ લોન્ચ કરી નવી GIXXER બાઇક, જાણો કિંમત અને ફીચર વિશે

સુઝુકીએ લોન્ચ કરી નવી GIXXER બાઇક, જાણો કિંમત અને ફીચર વિશે

 | 4:14 pm IST

અગ્રણી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટરસાઇકલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ(SMIPL) એ તેની મોટર સાઇકલ જીક્સર(Suzuki GIXXER)નું નવું વેરિએન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ એક રિલીઝમાં કહ્યું કે નવી Suzuki GIXXER ત્રણ રંગોમાં આવશે. જેમાં મેટાલિક ટ્રાઇટન બ્લૂ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક અને મેટેલિક સોનિક સિલ્વર સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીના એક્સ શોરૂમમાં આ બાઇકની કિંમત લગભગ રૂપિયા 1 લાખથી વધુ છે. આ બાઇકમાં 155ccનું ફોર સ્ટ્રોક એન્જિન છે. કંપનીએ નવા મોડલમાં એબીએસ(એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)નું ફીચર પણ આપ્યું છે. Suzuki GIXXERમાં સિંગલ સિલેન્ડર ફ્યુલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ SOHC એન્જિન અને SEP ટેકનોલોજી છે. આ બાઇકમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે એલઈડી હેડલાઇટ્સ પણ આપવામાં આવેલ છે. કંપનીના પ્રમુખ કોઇચિરો હિરાઓએ કહ્યું કે આ બાઇકને એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે દમદાર પ્રદર્શનને અનુભવ કરવા ઇચ્છે છે.

ઉપરાંત તેમને કહ્યું કે ભારતમાં બાઇક પોર્ટફોલિયોમાં વધારો કરવાની અમને ઘણી ખુશી છે. કંપની આ સેગ્મેન્ટ હેઠળ તેના માર્કેટ શેરમાં વધારો કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. હિરાઓએ કહ્યું કે કંપનીનું ફોક્સ ભારતમાં માર્કેટ ક્ષેત્ર વધારવા પર છે. તેથી ભારતીય ગ્રાહકોની પસંદગી પર કંપની ઘણી ગંભીરતાથી કામ કરી રહી છે. આ એક આક્રમક શૈલી અને ઉન્નત ટેકનોલોજીથી યુક્ત બાઇક છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકોને આ બાઇક ઘણી પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન