suzuki-jimny-and-swift-sport-cars-not-launched-in-india
  • Home
  • Technology
  • ભારતમાં નહી લૉન્ચ થાય Suzuki Jimny અને Swift Sport કાર

ભારતમાં નહી લૉન્ચ થાય Suzuki Jimny અને Swift Sport કાર

 | 6:57 pm IST

પહેલા એવા સમાચાર હતા કે Swift Sport અને Suzuki Jimny ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે. પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાર ભારતમાં આવશે નહી.

હાલમાં, Baleno RS ભારતીય બજારોમાં મારૂતિ સુઝુકી દ્વારા પ્રસ્તુત કરવા માટે એકમાત્ર પરફોર્મન્સ કાર છે. કંપનીના Swift Sportને ભારતમાં લાવવાનું નક્કી જ હતુ પરંતુ હવે આ બંને કાર ભારતના માર્કેટમાં આવશે નહી.

બીજી તરફ જો ટુ-ડોર એસયુવી Suzuki Jimnyની વાત કરીએ તો ભારતને જીપ્સી એસયુવીના આગામી મોડલ તરીકે જોવામાં આવતી હતી. આશા છે કે Jimny નવી 1.5-લિટર પેટ્રોલ એન્જિન રજૂ કરવામાં આવશે. ભારતમાં આ કાર ખૂબ લોકપ્રિય થઈ શકે છે.

Suzuki Jimny અને Swift Sport બન્નેમાં ભારતમાં Swift, Baleno, Dzire અને Vitara Brezzaના જેવા સેલિંગ ફેક્ટર નથી. Swift Sport ભારત ખુબજ મોંઘી વેચાશે. જેથી કંપનીએ ભારતમાં આ મોડલ્સને બજારમાં ઉતારી દેવાનો નિર્ણય રદ્દ કર્યો છે.