suzuki motor two wheeler unit may start testing its electric scooter
  • Home
  • Featured
  • સુઝુકી મોટર ભારતમાં લાવશે દમદાર ઇલેક્ટ્રિક વ્હિકલ

સુઝુકી મોટર ભારતમાં લાવશે દમદાર ઇલેક્ટ્રિક વ્હિકલ

 | 8:15 am IST

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હવે ઇલેક્ટ્રિક- વ્હિકલ પર ધ્યાન આપી રહી છે. જેમાં જાપાનની ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટરની ટુ-વ્હિલર યુનિટ ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની ટેસ્ટિંગ શરૂ કરી શકે છે. પણ ઇલેક્ટ્રિક સ્કૂટરની માર્કેટિંગ શરૂ કરતા પહેલા કંપની ઇંફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાની રાહ જોઇ શકે છે.

સુઝુકી મોટરસાયકલ ભારતના મેનેજિંગ ડાયરેક્ટર સતોશી ઉચિદાએ જણાવ્યું છે કે, ‘અમે ગવર્મેન્ટ પોલિસીનું સમમ્માન કરીશુ. અમે કેટલાક પ્રોટોટાઇમ્સ બનાવીશું. પણ હાલ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ચાર્જિંગ સિસ્ટમ, બેટરી સ્ટેશન) નથી.’

ઉલ્લેખનિય છે કે ઇલેક્ટ્રિક વાહનોને લઇને સરકારની નીતિઓને જોતાં જાપાનની દ્વિચક્રી વાહન નિર્માતા કંપની સુઝુકી મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી શકે તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે ટૂંક સમયમાં રસ્તા પર ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરશે.

આ પહેલાં બજાજ ઓટોએ પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતકને શોકેસ કર્યું હતું, જેને આગામી વર્ષે જાન્યુઆરી 2020માં લોન્ચ કરવામાં આવશે. તો બીજી તરફ દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન બનાવનાર કંપની હીરો મોટોકોર્પે ઇલેક્ટ્રિક વાહન બનાવનાર કંપની અથર એનર્જીમાં રોકાણ કર્યું છે.

આ વીડિયો પણ જુઓ : અયોધ્યા દેશની આધ્યાત્મ નગરી  બનશે, જોવો તેની તડામાર તૈયારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન