suzuki motorcycle buyers can get a chance to win maruti swift
  • Home
  • Featured
  • અનોખી ઓફર: ટુ વ્હીલરની ખરીદી પર “કાર” જીતવાની તક, સાથે અન્ય ઘણા ઇનામ

અનોખી ઓફર: ટુ વ્હીલરની ખરીદી પર “કાર” જીતવાની તક, સાથે અન્ય ઘણા ઇનામ

 | 4:13 pm IST

તમે જો બાઇક ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો આ યોગ્ય સમય છે. ફેસ્ટિવ સિઝનમાં સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફર લઇને આવી છે. કંપનીએ આ ઓફરનું નામ ઉત્સવનો ઉપહાર રાખ્યું છે. આ ઓફર હેઠળ બાઇકની ખરીદી કરનારને જોરદાર ઇનામ જીતવાની તક આપવામાં આવશે. આ ઇનામમાં સોનાના સિક્કાથી લઇ મારુતિ સ્વિફ્ટ સુધી જીતવાની તક મળશે. આ ઓફર મર્યાદિત સમય સુધી છે. જેમાં આ ઓફરનો લાભ મેળવવા 30 સપ્ટેમ્બર, 2019 સુધી બાઇક ખરીદવી પડશે.

આ નવી ઓફર હેઠળ બાઇક કે અન્ય 2 વ્હીલર ખરીદવા પર સોનાના સિક્કા 1, 3 અને 5 ગ્રામના 22 કેરેટના મળી શકે છે. તો અન્ય ઇનામાં સુઝુકી એક્સેસ 125, સુઝુકી ઇટ્રૂડર બાઇક અને મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર છે. સ્વિફ્ટ કારનું પેટ્રોલ વેરિયન્ટ ઇનામમાં મળશે. જોકે આ ઓફર બીજી કેટલીક શરતો છે. શરત અનુસાર, સુઝુકીની 250 સીસી અથવા તો તેનાથી નાની પ્રોડક્ટ્સ પર આ ઓફર લાગૂ કરવામાં આવી છે. જોકે કંપની દ્વારા વિજેતા માટેની પસંદગી લકી ડ્રોની મદદથી કરવામાં આવશે.

પેટીએમથી બુકિંગ કરાવવા પર 8500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. જેના માટે સુઝુકી મોટરસાઇકલે પેટીએમ સાથે સમજૂતી કરેલ છે. આ હેઠળ જો ગ્રાહકપેટીએમથી સુઝુકીની બાઇક બુક કરે છે તો તેને રૂપિયા 8500 જેટલું કેશબેક મળી શકે છે. આ ઉપરાંત સરકારી, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને કોર્પોરેટ્સ માટે રૂપિયા 3૦૦૦નો વધારાનો ફાયદો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન