suzuki motorcycle offering 5000 exchange offer and discounts
  • Home
  • Technology
  • Suzuki મોટરસાઇકલે રજૂ કરી જોરદાર ઓફર, ફાયદો જાણી થઇ જશો ખુશ

Suzuki મોટરસાઇકલે રજૂ કરી જોરદાર ઓફર, ફાયદો જાણી થઇ જશો ખુશ

 | 4:52 pm IST

સુઝુકી મોટરસાઈકલ ફરી એક વખત પોતાના ગ્રાહકો માટે એક્સચેન્જ અને કેશબેક ઓફર લઈને આવ્યું છે. આ દરેક ઓફર્સ કંપનીના સ્કૂટર્સ અને બાઈક્સ પર ઉપલબ્ધ છે. આટલું જ નહીં જો તમારી પાસે કેશની તકલીફ છે તો તમારી આ સમસ્યાનો ઈલાજ પણ કંપનીએ આપી દીધો છે. આવો જાણીએ શું છે ઓફર્સ…

જો તમે જુના સ્કૂટર અથવા બાઈકને એક્સચેન્જ કરીને નવી બાઈક કે સ્કૂટર ખરીદવા જઈ રહ્યા હોય તો સુઝુકીની તરફથી 5000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. સરકારી કર્મચારી/કોર્પોરેટ સ્કીમની હેઠળ 3000 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. સુઝુકીની બાઈક અથવા સ્કૂટરને Paytm દ્વારા ખરીદવા પર 8500 રૂપિયા સુધીનની કેશબેક ઓફર મળી રહી છે. આ ઉપરાંત સુઝુકી 100 ટકા સુધી ફાયનાન્સ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે જે ઓન-ધ-સ્પોર્ટ મંજૂરી સાથે મળશે.

હાલમાં ભારતમાં સુઝુકી એક્સેસ 125, Burgman સ્ટ્રીટ, જિક્સર અને Intruder જેવા મોડલ્સ વેચાય છે. 125સીસી સ્કૂટરમાં સુઝુકી એક્સેસ 125ની ખૂબ ડિમાન્ડ છે. જ્યારે યુથને Burgman સ્ટ્રીટ ખૂબ પસંદ આવી રહ્યા છે. 160 સીસી બાઈક સેગમેન્ટમાં જિક્સરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તો ત્યાંજ ક્રૂઝ બાઈક સેગમેન્ટમાં પોતાના અનોખા ડિઝાઈનના કારણે Intruder સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યું છે. જો તમે આમાંથી કોઈ બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો જલ્દી કરો અને આ ઓફરનો લાભ ઉઠાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન