સ્વરા ભાસ્કર ટ્રાફિક પોલીસની હવા બદલશે !

66

મુંબઇ : કાર્મિક વર્માના સામાજિક જાગ્રતિ અભિયાનના વીડિયો હવા બદલો માટે અભિનેત્રી સ્વરા ભાસ્કરની પસંદગી કરવામાં આવી છે. આ વીડિયો ટ્રાફિક પોલીસ માટે બનાવવામાં આવ્યો છે. સ્વરાએ આ અંગે જણાવ્યું હતું કે મને ખૂબ જ ખૂશી છે કે ટ્રાફિક પોલીસ માટે કંઇક કરવાની મને તક મળી છે. તેમની પરિસ્થિતિઓ અને દુઃખ જેવા મુદ્દાઓને આ વિડિયોમાં ઉજાગર કરાયા છે. જ ેપ્રકારે ટ્રાફિક પોલીસ કાર્યરત છે તે ખૂબ જ દયનીય છે. આપણે એકપણ દિવસ આવી પરિસ્થિતીઓમાંથી પસાર થતા નથી. સતત ટ્રાફિકની વચ્ચે ચાર કલાક અથવા તેનાથી વધુ રહેવુ સહેલી વાત નથી. આવા મુદ્દાઓને ઉજાગર કરવાની તાતી જરૂર છે. હું આ વીડિયોમાં નોન ગ્લેમ અવતારમાં જોવા મળીશ. મેં જે કર્યુ છે તે ટ્રાફિક પોલીસને એક સલામી રૂપે છે. તેમના કામની તુલનાએ મેં કોઇ કામ જ નથી કર્યુ એમ મને લાગી રહ્યું છે.