કેનેડામાં પીડિતા પર સંપ્રદાયનું જબરજસ્ત દબાણ, યુવતી થઈ ગઈ છે ડિપ્રેસ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • કેનેડામાં પીડિતા પર સંપ્રદાયનું જબરજસ્ત દબાણ, યુવતી થઈ ગઈ છે ડિપ્રેસ

કેનેડામાં પીડિતા પર સંપ્રદાયનું જબરજસ્ત દબાણ, યુવતી થઈ ગઈ છે ડિપ્રેસ

 | 12:01 pm IST

સુજ્ઞોય સ્વામી ઊર્ફે નિલકંઠ પટેલની પાપલીલાનો પર્દાફાશ કરનાર પીડિતા પર કેનેડામાં રહેતાં સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા કેટલાક સાધુઓ તેમજ તેમનાં શિષ્યો જબરજસ્ત દબાણ કરી રહ્યાં હોવાનો આક્ષેપ પીડિતાની મહિલા વકીલે કર્યાે હતો.

કેનેડામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં સાધુના વેશમાં ફરતાં હવસખોર સુજ્ઞોય સ્વામી ઊર્ફે નિલકંઠે ૩૦ ર્વિષય ગુજરાતી યુવતીને હવસનો શિકાર બનાવી હતી. દોઢ વર્ષ સુધી સ્થાનિક સાધુઓથી લઈ હરીપ્રસાદ સ્વામી સુધી ન્યાય મેળવવા માટે રઝળપાટ કરતી યુવતીને કોઈએ દાદ આપી ન હતી. આખરે, યુવતીનેે ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં સુજ્ઞોય સ્વામી ઊર્ફે નિલકંઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી પડી હતી. ત્યારબાદ સુજ્ઞોયની પાપલીલાનો પર્દાફાશ થયો હતો.

આ લંપટ સ્વામીની કરતુતો મીડિયામાં પણ ઉછળતાં સોખડા સ્વામીનારાયણ મંદિરના કેનેડામાં રહેતાં કેટલાક સાધુઓ તેમજ શિષ્યો અકળાઈ ઊઠયાં છે, જેમાંના કેટલાક યુવતીને તારા કારણે સંપ્રદાય બદનામ થયો છે, બીજા બધા પણ હેરાન થઈ રહ્યાં છે, તારાં લગ્ન નહીં થાય, તેમ કહીને તેને ટોર્ચર કરી રહ્યાં છે. યુવતી પર એટલું બધું દબાણ વધી ગયું છે કે, તે બીમાર થઈ ગઈ છે, તે એટલી હદે ડિપ્રેશનમાં સરી પડી છે કે, તેનું મોબાઇલ ફોન પર મારે કાઉન્સેલિંગ કરવું પડે છે, તેમ એડવોકેટ સોનલ જોશીએ જણાવ્યું હતું.