Swaminarayan Temple: How many kisses will you give, what you get from love is good, love you to, Janu: Bhaktikishore
  • Home
  • Ahmedabad
  • સ્વામિનારાયણ સ્વામી- સ્ત્રીમિત્રનું બીભત્સ ચેટિંગ વાયરલ, ‘કેટલી કિસ આપશો હેં, ફોર્સ નહીં મારી ઇચ્છા હશે તો હું ના નહીં કહું’

સ્વામિનારાયણ સ્વામી- સ્ત્રીમિત્રનું બીભત્સ ચેટિંગ વાયરલ, ‘કેટલી કિસ આપશો હેં, ફોર્સ નહીં મારી ઇચ્છા હશે તો હું ના નહીં કહું’

 | 7:15 am IST

વડતાલના લંપટ  ત્યાગ વલ્લભસ્વામીની મહિલા સાથેના કાળા કરતૂતો બહાર આવ્યા બાદ વધુ એક સંપ્રદાયના જુનાગઢ આશ્રમના ભક્તિકિશોર સ્વામીની મહિલા ફ્રેન્ડ સાથેની બીભત્સ વાતો વાઇરલ થતાં પુનઃ  વધુ એક સાધુની પાપલીલા જાહેર થઇ છે. જેને લઇને સંપ્રદાયની છબી ખરડાઇ છે. કિસ આપશો ને… કેટલી કિસ આપશો.

પ્રેમથી જે મળે તે સારૂ તેવો ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ માંગણી કરતાં હોય તેવા વ્હોટઅપ ચેટીંગના સ્ક્રીન શોટ ખળભળાટ મચી ગયો છે. જુનાગઢના કહેવાતા ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે ખુલીને હસતા મ્હોંએ બીભત્સ વાતોમાં  સ્ત્રીમિત્રને લવ યુ ટુના મેસેજ સાથે ચેટિંગ કરતાં હોવાનું વ્હોટ્સઅપ ઉપર છે.

સાધુની ચેટીંગની વાતો ઉપરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે કે લંપટ સાધુ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ તરફ આગળ વધી રહ્યા છે. સાધુ જુનાગઢ ઉપરાંત હરિદ્વાર, સુરતના રાંદેર ખાતે આશ્રમ ધરાવતા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

ભક્તિકિશોર સ્વામી અને સ્ત્રીમિત્ર વચ્ચેનો સંવાદ

સ્વામી : તમારે કોઇને નહીં કહેવાનુ કે ભક્તિ કિશોર સ્વામીએ ટિકિટ મોકલી એમ.

સ્ત્રીમિત્ર : મારે કયાં વિચારવુ પડે. કોઇ ફ્રેન્ડસનુ નામ આપુ. મારી એક બેસ્ટ ફ્રેન્ડને વાત કરૂ સાથે આવે તો થાય,

સ્વામી : ૦૦૦૧૩૮૨  મારા વોટ્સઅપ નંબર ફ્રી થાય તો કહેજો હું ફોટા મોકલીશ.

સ્ત્રીમિત્ર : ————— મારી ફ્રેન્ડ.

સ્વામીઃ ઓહ ગુડ ફ્રેન્ડસ, ફ્રી થઇને કોલ કરજો

સ્ત્રીમિત્ર : ત્યાં રહેવાની વ્યવસ્થા થઇ જશે ને.

સ્વામી : રિમુવ ધ મેસેજ.

સ્ત્રીમિત્રઃ કેમ નંબર રીમુવ કરો છો.

સ્વામી : ————- નંબર. આ કોલિંગ નંબર છે

સ્ત્રીમિત્ર : ઓકે. હું સેવ કરી લઉ છું.

સ્વામી : પેલો મોકલ્યો તે વોટસઅપ છે. ઓકે

સ્ત્રીમિત્ર :  પાડયા પણ કેમના મોકલુ એમ થાય છે. કાલે મોકલું.

સ્વામી : સેન્ડ કરી દયો જી. ના અત્યારે.

સ્ત્રીમિત્ર : અંધારામા સરખા નહીં પડે

સ્વામી : જેવા હોય તેવા મોકલો. વાઉ. વીડિયોમાં બતાવવું હોય તો

સ્ત્રીમિત્ર : જાવને મારા હાથ ધ્રુજવા લાગ્યા છે.

સ્વામી : તેમા શાનુ શરમાવાનું. શું કામ બીવો છો.

સ્ત્રીમિત્રઃ સારૂ મોમ બોલશે. સુઇ જાઉ છું હો. ગુડ નાઇટ

સ્વામી : ઓકે ગુડનાઇટ.

સ્ત્રીમિત્ર : જય સ્વામિનારાયણ

સ્વામી : જેએસકે

સ્ત્રીમિત્ર : લવ યુ

સ્વામીઃ  લવ યુ

સ્ત્રીમિત્ર : મિસ યુ વેરી ડે.

સ્વામી :  મિસ યુ જાનુ બાય એક અને  બે છે જોઇ લો

સ્ત્રીમિત્ર : આ તો મોકલેલા. નવા કોઇ

સ્વામી : ઓકે ( ફોટો મોકલી ) બેકાર લાગે છે. શો

સ્ત્રીમિત્ર : ઓ.કે.

સ્વામી : તુભી

સ્ત્રીમિત્ર : તમારી પિકચર

સ્વામી :  (પોતાનો ફોટો મોકલીને ) ખબર છે ને કાં સોરી હોં. વ્યસ્ત છો. આપશ્રી. ટાઇમ નથી તો ક્યો. પ્લીઝ રિપ્લાય. વાહ. નાઇસ, હા જાનું.

સ્ત્રી મિત્ર :હા. બટ. જેમ બને તેમ વહેલા આવવુ છે મારે

સ્વામી : કિસ આપશોને….આવો ત્યારે. બિચારા વૃદ્ધ થઇ ગયા.. વેઇટ કરાવતા હો જી.

સ્ત્રીમિત્ર : હઅ.બસ. હું તમારી જ છું.

સ્વામી : અહીં આવશો પછી કિસ આપશો હેં….બોલો..બોલો..

સ્ત્રીમિત્ર : હા…

સ્વામી : કેટલી આપશો….

સ્ત્રીમિત્ર : બીજુ કાંઇ નહીં. ફોર્સ નહીં પછી મારી ઇચ્છા હશે તો ના નહીં કહું.

સ્વામી : તે તો આપણા હાથમાં છે. આપ રાજી હોવ તોજ

સ્ત્રીમિત્ર : ઓકે

સ્વામી : પ્રેમથી જે મળે તે સારૃં.

સ્ત્રીમિત્ર : તે થાય પછી રહેવાય નહીં.

સ્વામી : વાઉ….નાઇસ.. હા..જાનું.

સ્ત્રીમિત્ર : હા જેટલુ બને તેટલું વહેલા આવવુ છે મારે.

સ્વામી : કિસ આપશોને.. આવો ત્યારે. કરૂ ચાલુ. ઓકે.

સ્ત્રીમિત્રઃ ઓકે બાય લવ  યુ પ્રિન્સ.

સ્વામી : લવ યુ ટુ જાનું . જલ્દી પહોંચો. જે એસ કે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન