Swaminarayn Saint Raped Teenage Girl For 4 Days In Botad
  • Home
  • Featured
  • બોટાદ: સાધુએ લજવ્યો ભગવો, ઘરકામ માટે સગીરાને બોલાવી 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

બોટાદ: સાધુએ લજવ્યો ભગવો, ઘરકામ માટે સગીરાને બોલાવી 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

 | 2:12 pm IST

બોટાદનાં બરવાળામાં સાધુએ સાધુતા લજવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બરવાળાનાં રોજીદમાં સગીરા સાથે સાધુએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ સામે આવી છે. ઋષિપ્રસાદદાસજીએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘરકામ માટે બોલાવી સાધુએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. 4 મહિના પહેલા સતત 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની વાત પ્રકાશમાં આવી છે. આ મામલે બરવાળા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘરકામ માટે સગીરાને બોલાવી આચર્યુ દુષ્કર્મ

બરવાળા તાલુકાનાં રોજીદ ગામે સ્વામિનારાયણ મંદિરનાં સાધુ ઋષિપ્રસાદજી ગુરૂશાસ્ત્રી રામદાસજી સંત દ્વારા ઘરકામ માટે સગીરાને બોલાવીને તેની પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. તેમણે સગીરાને આશ્રમ તેમજ ઘરનાં કચરા-પોતા કરવા બોલાવી સતત 4 દિવસ સુધી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. જો પરિવારને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી મળતા ગભરાયેલી સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયાની વાત ઘરે કરી હતી.

“કોઈને જણાવીશ તો મારી નાંખીશ”

સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે જ્યારે બજારમાં નીકળતી ત્યારે સાધુ તેની પાછળ આવતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી તેમ કહીને ધમકાવતો. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે સાધુને પકડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે બુધવારે સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરૂશાસ્ત્રી રામદાસજી સંતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.