swapna shastra self weeping dream, what do they mean?
  • Home
  • Astrology
  • જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં શું દેખાય તો થાય લાભ અને ક્યારે થાય હાનિ ?

જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં શું દેખાય તો થાય લાભ અને ક્યારે થાય હાનિ ?

 | 12:58 pm IST

ઉંઘ દરમ્યાન સપનાઓ આવવા સ્વાભાવિક છે અને આપણે દરેક ઉંધમાં સપનાઓ જોતા હોઇએ છીએ. સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનાઓનો ખાસ મતલબ હોય છે અને આપણા ભવિષ્ય માટે તે બહુ ઉપયોગી હોય છે. 

સ્વપ્નશાસ્ત્ર અનુસાર આપણે આપણા સપનામાં કેટલીક વાર એવી એવી વસ્તુઓ જોઈએ છીએ જે આપણને હેરાન પરેશાન કરી દે છે. ક્યારેક સપનું જોયા બાદ આપણને સતત એવું થાય કે હવે પછી શું થશે ? આજે તમને જણાવીશું કે જો સપનામાં તમે જાતે જ રડતા હો તેવું દેખાય અથવા તો તમારા સપનામાં કોઈ રડતું જોવા મળે તો તેનો શું મતલબ થાય છે.

 

સપનામાં સ્વયંને રડતા જોવા

જો તમને સપનામાં એવુ દેખાય કે તમે રડી રહ્યા છો તો સ્વપ્નશાસ્ત્ર અનુસાર આને ખુબજ શુભ માનવામાં આવે છે. આ સપનાનો મતલબ છે કે તમારી આવરદા વધી ગઈ છે. તમે દીર્ઘાયુ થશો અને મૃત્યુ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે. જો તમને કોઈ રોગ થયો હોય તો પણ તમને તેમાંથી મુક્તિ મળી જશે. તમારો વેપાર ધંધો ખુબજ ફેલાશે. નોકરીમાં પ્રમોશન મળશે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર આનું ફળ સારૂ આવે છે.

સપનામાં રડતું બાળક દેખાય તો…

જો તમારા સપનામાં કોઈ રડતું બાળક દેખાય તો સ્વપ્નશાસ્ત્ર અનુસાર આને ખુબજ અશુભ માનવામા આવે છે. આ સપનાનો મતલબ થાય છે તમારા પર ખુબજ મોટી મુશ્કેલી આવવાની છે અને આર્થિક પાયમાલીની સ્થિતી પણ પેદા થઇ શકે છે.

આ સપનાનો એક બીજો મતલબ પણ છે કે તમારી કોઈ એવી વ્યક્તિ સાથે લડાઈ થવાની છે જે ખુબજ અંગત હોય. આ પ્રકારનું સપનું કોઈ મોટા નુકસાન તરફ આંગળી દર્શાવે છે. માટે જ્યારે તમને આવું સપનું આવે ત્યારે તમારે સાવધાનીપૂર્વક વર્તવું જરૂરી બની જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન