Swara Bhaskar is seen using Bad words for a 4 year old child
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીનું મગજ મુકાઈ ગયું કે શું? માત્ર 4 વર્ષના નિર્દોષ બાળકને કહ્યા આવા અભદ્ર શબ્દો!

આ અભિનેત્રીનું મગજ મુકાઈ ગયું કે શું? માત્ર 4 વર્ષના નિર્દોષ બાળકને કહ્યા આવા અભદ્ર શબ્દો!

 | 5:01 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. કેટલીક વાર તે તેના રોલનાં કારણે ચર્ચામાં રહે છે, તો કેટલીક વખત તેની રાજકીય વિચારધારાને કારણે લોકો તેને ટ્રોલ કરતા હોય છે. આ સાથે જ સ્વરા ભાસ્કર ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે સ્વરા ભાસ્કરે 4 વર્ષના બાળકને એવો ખરાબ શબ્દ કહ્યો કે લોકોએ ઉધડી લઈ લીધી છે.

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કર 4 વર્ષના બાળક માટે અપમાનજનક શબ્દો અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતી જોવા મળે છે. આ સિવાય તે બાળક માટે ‘કમીના’ શબ્દનો ઉપયોગ પણ કરી રહી છે. વીડિયોમાં સ્વરા કહેતી નજરે આવી રહી છે કે, ‘એક જાહેરાત શૂટ કર્યા પછી મારી તબિયત સારી નહોતી. મારી કારકિર્દી તે સમયે શરૂ પણ નહોતી થઈ. ત્યારે કોઈ બાળ કલાકારે મને આન્ટી કહીને બોલાવી હતી.

જે બાદ સ્વરાએ બાળક માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે આ દરમિયાન ત્યાં હાજર લોકો સ્વરાની વાત સાંભળીને હસતા દેખાતા હતા. બાળકો પર આ રીતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવાના કારણે લોકોએ સોશિયલ મીડિયા પર સ્વરાને નિશાને લીધી છે અને મનફાવે તેવી કોમેન્ટ્સ કરી છે.

સાથે જ આ કેસમાં સ્વરા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. એક એનજીઓ લીગલ રાઇટ્સ પ્રોટેક્શન ફોરમે બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગને ફરિયાદ કરી અને સ્વરા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ વીડિયો પણ જુઓ: એલર્ટ પર ગુજરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન