NASA મિશનનો ભાગ ભારતની આ દીકરીના દુનિયા વખાણ કરતાં થાકતું નથી, જાણો કેમ?

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના પર્સેવરેંસ રોવર (Perseverance rover) ગુરૂવાર રાત્રે મંગળ (Mars) પર સફળતાપૂર્વક પહોંચી ગયું. નસાએ ટ્વીટ કરી કહ્યું કે પર્સેવરેંસ રોવર મંગળની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી ચૂકયું છે. આ સમાચારની આખી દુનિયામાં ચર્ચા થઇ. પરંતુ તેની સાથે જ બીજા એક સમાચાર લોકોની દિલચસ્પીનું કારણ બની ગયું. જેના પર લોકો ધડાધડ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
The parachute has been deployed! @NASAPersevere is on her way to complete her #CountdownToMars: pic.twitter.com/i29Wb4rYlo
— NASA (@NASA) February 18, 2021
નાસાના આ મિશનમાં ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.સ્વાતિ મોહન એ અગત્યની ભૂમિકા નિભાવી. તેમણે નાસાના કંટ્રોલ રૂમમાં પર્સેવરેન્સ રોવરના મંગળની સપાટી પર Touchdown Confirmedની જાહેરાત કરી. સ્વાતિ મોહન સોશિયલ મીડિયા પર છવાયા છે અને લોકો ખાસ કરીને તેમની બિંદી એટલે કે ચાંલ્લાની ચર્ચા કરી રહ્યા છે. લોકો તેમની બિંદીના ફેન બની ગયા છે. સ્વાતિના માથા પર લાગેલી બિંદીને જોઇ લોકોએ કહ્યું કે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમના માથાની બિંદીને જોઇ કેટલાંય લોકોએ તેમના જોરદાર વખાણ કર્યા છે.
Big love for Swati Mohan, rocking that bindi in the control room ❤️ pic.twitter.com/cmNdBpWFKB
— Sumen Desktronaut Rai (@sumenrai79) February 18, 2021
“Touchdown confirmed” announced @DrSwatiMohan, 🇮🇳 origin GN&C operations lead as @NASA’s #Perseverance landed inside a Mars crater.
No more the Hidden Figure in Space , ‘Lady with the Bindi’ Dr Swati has made 🇮🇳 proud & inspired women across 🌎 to reach for ✨ 🌙 & Mars! pic.twitter.com/AFZYZzqyrA
— Lakshmi M Puri (@lakshmiunwomen) February 19, 2021
Congrats to #MARS2020 team, led by #SwatiMohan, 4 making sure spacecraft carrying #PerseveranceRover was oriented in rt direction. She provided commentary from mission control at it’s entry, descent at 12,000 mph & slowing it 4 soft landing. Beauty with brain, bindi & braids ! pic.twitter.com/c01aV2mgsA
— Seema Hakhu Kachru (@Seemahkachru) February 19, 2021
આપને જણાવી દઇએ કે જ્યારે આખી દુનિયા અમેરિકન રોવરના લેન્ડિંગની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે સ્વાતિ મોહન કંટ્રોલ રૂમમાં શાંત ભાવથી GN&C સિસ્ટમ અને પ્રોજેક્ટ ટીમ સાથે સંવાદ કરી રહ્યા હતા. પર્સવિરન્સ રોવર ગુરૂવારના રોજ બપોરે મંગળ ગ્રહની સપાટી પર ઉતર્યું. હવે આ રોવર ત્યાં પ્રાચીન માઇક્રોબિયલ કાળમાં જીવનના સંકેતોની શોધના પોતાના મિશન પર જોડાઇ જશે.
આ વીડિયો પણ જુઓ : મોંધવારીને લીધે મહિલાઓનું બજેટ ખોરવાયું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન