Sweden's first female PM resigns hours after appointment
  • Home
  • Featured
  • સ્વીડનના પહેલાં મહિલા PM બન્યાના કલાકોમાં જ ખુરશી કેમ ગઇ?

સ્વીડનના પહેલાં મહિલા PM બન્યાના કલાકોમાં જ ખુરશી કેમ ગઇ?

 | 11:32 am IST
  • Share

  • સંસદમાં બજેટ પ્રસ્તાવ પર એન્ડરસનની સરકારને હારનો સામનો કરવો પડ્યો

  • બે પક્ષોની તેમની લઘુમતી સરકારમાંથી એક પક્ષ અલગ થઇ ગયો

  • લોફવેને આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું

સ્વીડનના પહેલાં મહિલા વડાપ્રધાન મેગડાલેના એન્ડરસનને પદ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ રાજીનામું આપી દેવું પડ્યું. સંસદમાં બજેટ પ્રસ્તાવ પર એન્ડરસનની સરકારને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ બે પક્ષોની તેમની લઘુમતી સરકારમાંથી એક પક્ષ અલગ થઇ ગયો. મેંગડાલેન બુધવારના રોજ જ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે પસંદગી પામ્યા હતા. તેમણે સ્ટીફન લોફવેનની જગ્યા વડાપ્રધાન બનાવામાં આવ્યા હતા. લોફવેને આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એન્ડરસન આની પહેલાં નાણાંમંત્રી હતા.

પત્રકાર પરિષદમાં મેંગડાલેના એન્ડરસને કહ્યું કે પ્રધાનમંત્રી બનવું તેમના માટે સમ્માનની વાત છે, પરંતુ તેઓ એવી સરકારનું નેતૃત્વ પણ કરવા માંગતા નથી જ્યાં તેમની માન્યતાને લઇ પ્રશ્ન ઉઠાવી શકાય છે. તેમણે કહ્યું કે જો તેમનું એક દળ સરકારમાંથી અલગ થાય છે તો ગઠબંધન સરકારે રાજીનામું આપી દેવું જોઇએ. આ તથ્ય છતાંય સંસદની સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી અને તેને ફરીથી અજમાવાની જરૂર છે.

સ્વીડનને લૈગિંક સમાનતાના મામલામાં યુરોપનો સૌથી પ્રગતિશીલ દેશોમાં સામેલ કરાયો છે. પરંતુ હજી સુધી કોઇ મહિલાને દેશની બાગડોર સોંપવામાં આવી નહોતી. એવામાં આ ઘટનાક્રમને સ્વીડન માટે મીલનો પથ્થર મનાય છે. એન્ડરસનનું સમર્થન કરનાર નિર્દલીય સાંસદ અમીના કાકાબાવેહે સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે જો મહિલાઓ માત્ર વોટ આપી રહ્યા છે અને તેમને સર્વોચ્ચ પદ માટે પસંદ કરવામાં નહીં આવે તો લોકતંત્ર પૂરું થઇ શકતું નથી.

117 સાંસદોએ પક્ષમાં કર્યું મતદાન

સ્વીડનના 349 સભ્યવાળા સંસદમાં 117 સાંસદોએ એન્ડરસનના પક્ષમાં જ્યારે 174એ વિરોધમાં મતદાન કર્યું. 57 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહીં જ્યારે એક સાંસદ ગેરહાજર રહ્યા. કુલ મળીને 174 સાંસદોએ એન્ડરસનના વિરોધમાં મતદાન કર્યું પરંતુ સ્વીડનના સંવિધાનના મતે જો કમ સે કમ 175 સાંસદ કોઇ વ્યક્તિની વિરૂદ્ધ નથી તો તેમને વડાપ્રધાન તરીકે નિમણૂક કરી શકાય છે. એન્ડરસનને આ કાયદાની અંતર્ગત પ્રધાનમંત્રી બનાવામાં આવ્યા હતા.

નવેમ્બરમાં પદ છોડી રહ્યા છે લોફવેન

સ્ટીફન લોફવેનની વાત કરીએ તો તેમણે કહ્યું હતું કે તેઓ નવેમ્બરમાં પોતાનું પદ છોડી દેશે. 2014ની સાલથી પ્રધાનમંત્રી પદ સંભાળી રહેલા લોફવેને એ પણ જાહેરાત કરી હતી કે તેઓ નવેમ્બરમાં જ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખનું પદ પણ છોડી દેશે. દેશમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણી થવાની છે. આ વર્ષની શરૂઆતમાં સંસદમાં બહુમતી સાબિત કરનાર લોફવેન પહેલાં સ્વીડિશ નેતા છે. તેમને પાર્ટીને સૂચિત કર્યું હતું કે હું નવેમ્બરમાં પાર્ટી અધ્યક્ષ તરીકે મારું પદ છોડવા માંગું છું અને પ્રધાનમંત્રી પદ પણ છોડવા માંગું છું. તેઓ 2012થી પાર્ટી પ્રમુખ રહ્યા છે જે સ્વીડનની સૌથી મોટી પાર્ટી છે અને તેમની પાસે હાલમાં સંસદની 349 સીટોમાંથી 100 સીટો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો