Sweeti Patel Case In Kirit Singh Jadeja be Taj's witness? His picture will be clear after court order
  • Home
  • Featured
  • સ્વીટી પટેલ મર્ડર કેસમાં કિરીટસિંહ જાડેજા તાજના સાક્ષી બનશે?, કોર્ટના આદેશ બાદ તેનું ચિત્ર સ્પષ્ટ થશે

સ્વીટી પટેલ મર્ડર કેસમાં કિરીટસિંહ જાડેજા તાજના સાક્ષી બનશે?, કોર્ટના આદેશ બાદ તેનું ચિત્ર સ્પષ્ટ થશે

 | 8:06 am IST
  • Share

સ્વીટી પટેલ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા કરજણ સબ જેલમાં છે. આ મર્ડર કેસમાં કિરીટસિંહ તાજનો સાક્ષી બને તેવી વાતો વહેતી થઈ છે. અજય દેસાઇ અને કિરીટસિંહને કરજણથી વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડવાની અરજી મુદ્દે આજે કોઇ નિર્ણય લેવાયો ન હતો.

સ્વીટી પટેલ મર્ડર કેસમાં રિમાન્ડ પુરા થતા સસ્પેન્ડેડ પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાને કરજણ સબ જેલમાં મોકલાયા હતાં. આ કેસમાં એફએસએલના રિપોર્ટ હજી બહાર આવ્યા નથી. વડોદરા જિલ્લા અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છતાં હજૂ ફોરેન્સિક રિપોર્ટ આવ્યાં નથી. આ મર્ડર કેસમાં પોલીસ સીસીટીવી કેમેરાની ફૂટેજો, મોબાઇલ ફોનના સીડીઆર અને વિવિધ વ્યક્તિઓના નિવેદનો સહિતના સંયોગીક પુરાવા એકત્ર કરી રહી છે. ફોરેન્સિક તપાસ મહિનાઓ બાદ પણ પુરી થતી નથી.

બીજી તરફ, આ મર્ડર કેસમાં કિરીટસિંહ જાડેજા તાજનો સાક્ષી બને તેવી અટકળો ચાલી રહી છે. મેજિસ્ટ્રેટ સમક્ષ કેટલાંક વ્યક્તિઓના CRPC 164ના નિવેદન લેવાડાયા હોવાની વિગતો બિનસત્તાવાર જાણવા મળી છે. આ પ્રકરણમાં પોલીસે કોઇ પ્રકાશ પાડયો નથી. બીજી તરફ, અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને કરજણ સબજેલથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવા માટે સ્વીટી પટેલ મર્ડર કેસના ફરિયાદીના વકીલે કોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દો આજે અનિર્ણીત રહ્યો હતો. આજે કરજણના મામલતદાર અને સબ જેલના જેલર રજા પર હોવાનું જાણવા મળ્યું હતું.

કરજણ સબ જેલમાંથી 15 કેદી બે દિવસ પહેલાં ખસેડાયાં

કરજણ સબ જેલમાં મહિલાની એક અને પુરુષ કેદીઓની ત્રણ કોટડી છે. કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે મો એક કોટડીમાં પાંચ કેદીઓને રાખવામાં આવે છે. કરજણ સબ જેલમાં એક તબક્કે 34 કેદીઓ થઈ ગયાં હતાં. ક્ષમતા કરતા વધી જતાં કેદીઓને અન્ય જેલમાં ખસેડવા માટે કોર્ટમાં રિપોર્ટ થયો હતો. બે દિવસ અગાઉ જ 15 કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા હતાં. કોર્ટના આદેશ બાદ અજય અને કિરીટને ખસેડાશે કે નહીં ? તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો