Sweta Tiwari is a fit and Glamorous Actress in TV industry
  • Home
  • Featured
  • બે બાળકોની માતા છે આ લોકપ્રિય એક્ટ્રેસ છતાં યુવા અભિનેત્રીઓને આપે છે જબરદસ્ત ટક્કર

બે બાળકોની માતા છે આ લોકપ્રિય એક્ટ્રેસ છતાં યુવા અભિનેત્રીઓને આપે છે જબરદસ્ત ટક્કર

 | 5:58 pm IST

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેના અભિનયની સાથે સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે. હાલ તે ‘મેરે ડેડની દુલ્હન’ નામની સિરિયલમાં કામ કરી રહી છે. ત્યારે ગત વર્ષે નંવેમ્બરમાં તેની વેબ સીરીઝ ‘હમ તુમ ઔર ધેમ’(Hum Tum and Them) પણ સોશિયલ મીડિયા પર રિલીઝ થધઈ હતી. જેમાં આ એક્ટ્રેસ પહેલીવાર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. પરંતુ આ વેબ સીરીઝમાં શ્વેતાનું ટ્રાન્સફોર્મેશન જબરદસ્ત હતું. કારણ કે વેબ સીરીઝમાં 39 વર્ષની શ્વેતા તિવારી ખૂબ જ ફિટ અને યંગ દેખાઈ રહી છે.

આપણે જણાવી દઈએ કે શ્વેતા બે બાળકોની માતા છે. 2016માં શ્વેતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે શ્વેતાની મોટી દીકરીનું નામ પલક ચૌધરી છે. બે બાળકોની માતા હોવા છતા પણ શ્વેતા ખૂબ જ સુંદર અને ફિટ નજરે આવી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સતત તેની તસવીર અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. આ તસવીરોમાં શ્વેતા ખૂબ ફિટ અને ગ્લેમરસ દેખાય છે. માહિતી મુજબ દીકરાના જન્મ વખતે તેનું વજન લગભગ 73 કિલો હતું પરંતુ ત્યાર બાદ તેને ડાયટ અને વ્યાયામથી 20 કિલો સુધી વજન ઘટાડ્યું. શ્વેતા તિવારીએ બે લગ્ન કર્યા છે. જેમાં પહેલી દીકરી પલક ચૌધરી, રાજા ચૌધરીથી છે. 2007માં બંને અલગ થઈ ગયા. ત્યાર બાદ એક્ટ્રેસે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા અને તેનાથી એક દીકરો રેયાંશ કોહલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન