rajpath club swimming coach assault two young girl in ahmedabad
  • Home
  • Ahmedabad
  • રાજપથ ક્લબના મેનેજમેન્ટે નરાધમ કોચનો કર્યો બચાવ, કેટલાય વાલીઓમાં આક્રોશ

રાજપથ ક્લબના મેનેજમેન્ટે નરાધમ કોચનો કર્યો બચાવ, કેટલાય વાલીઓમાં આક્રોશ

 | 7:47 pm IST

અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકી જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બન્ને યુવતીઓ કોચથી ખુબ જ ડરેલી છે. આ ઘટના વખતે ત્યાં અનેક લોકો હાજર હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા રાજપથ ક્લબના મેનેજમેન્ટે પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં રાજપથ ક્લબના મેનેજમેન્ટે સ્વીમીંગ કોચની તરફેણ કરી હતી. તેમજ ક્લબ મેનેજમેન્ટે જણાવ્યું હતુ કે રાજપથ ક્લબમાં કોઇ બાળકને માર મરાયો જ નથી.

ઉલ્લેખનિય છે કે પ્રેસકોન્ફરન્સ પહેલા મેનેજમેન્ટે વાલીઓ સાથે મીટીંગ કરી હતી.જેમાં કેટલાક વાલીઓ કોચની તરફેણમાં હતા તો કેટલાક વિરૂદ્ધમાં હતા. તેમજ મેનેજમેન્ટે જણાવ્યું હતુ કે વાલીઓની સામે જ ટ્રેનીંગ થાય છે. તો ફરિયાદનો કોઇ સવાલ ઉભો થતો નથી.કોચના વિશે પુછતા તેમણે જણાવ્યું કે કોચ રજા પર છે એટલે આવ્યા નથી.તથા વાલીઓ દ્વારા આજ સુધી કોઇ ફરીયાદ આવી નથી.

વીડિયો રેકોર્ડ ઓડિયોમાં આ વાક્ય સંભળાય છે
સ્વિમિંગ પૂલ પાસે કોચ કહે છે, અહીં આવ નહીં તો મારીશ એક લાત તને
સીધી ઊભી રહે
અહીં આવ, નહીં તો લાત મારીશ, સીધી જઈશ પાણીમાં
અહીં આવ
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધુ નિહાળી રહી છે. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યો પણ કોઈ એક્શન લે તે માટે ચિંતા કરી રહ્યા છે. પણ ક્લબ મેનેજમેન્ટ કોચનો રીતસરનો બચાવ કરી રહી છે.

આ પણ વાંચો : Video: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં, કોચ બન્યો હેવાન, બે યુવતીઓને પટ્ટાથી ફટકારી