Swimming Pool Water Shakes from High Rise in Philippines at the Time of Earthquake
  • Home
  • Videos
  • Featured Videos
  • બિલ્ડિંગની છત પર હતું સ્વીમિંગ પૂલ, ભૂંકપ આવતા થયો એવો હાલ કે…

બિલ્ડિંગની છત પર હતું સ્વીમિંગ પૂલ, ભૂંકપ આવતા થયો એવો હાલ કે…

 | 11:10 pm IST

તાજેતરમાં એશિયાઈ દેશ ફિલિપિન્સમાં 6.1 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની મુખ્ય અસર રાજધાની મનીલા ખાતે આવેલ એક બિલ્ડિંગ પર જોવા મળી હતી. આ હાઇરાઇજ બિલ્ડિંગના 53મા માળે બનેલ એક સ્વીમિંગ પૂલનું પાણી ભૂંકપના આંચકાથી એટલું પ્રભાવિત થયું કે બિલ્ડિંગના ઉપરથી નીચે પડવા લાગ્યું. આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભૂંકપના તીવ્ર આંચકા બાદ બિલ્ડિંગને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવી હતી. લોકો તેમના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ઉપરથી પાણીનો ધોધ પડતા જોઈ લોકોમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. આ વીડિયોને અત્યાર સુધી નવ લાખથી વધુ લોકોએ જોયો છે. રિપોર્ટ પ્રમાણે ફિલિપિન્સના ઉત્તરી ભાગમાં 6.1 તીવ્રતાના ભૂંકપમાં 16 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન