સ્વાઈન ફલૂ બેકાબૂ: વધુ બે દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 71ને પાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • સ્વાઈન ફલૂ બેકાબૂ: વધુ બે દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 71ને પાર

સ્વાઈન ફલૂ બેકાબૂ: વધુ બે દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 71ને પાર

 | 10:00 pm IST

ગુજરાતમાં સ્વાઈન ફલૂએ કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 94 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 43 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં બે વ્યક્તિનાં મોત થયાં છે. આ સાથે જ ગુજરાતમાં સરકારી ચોપડે સ્વાઈન ફલૂના કારણે કુલ મૃત્યુઆંક 71ને પાર થઈ ચૂક્યો છે. જોકે વાસ્તવિક મૃત્યુઆંક વધુ છે.

રાજ્યભરમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સ્વાઈન ફલૂ ટેસ્ટિંગ માટેની કોઈ સવલત પણ નથી. રોજ આ રોગમાં ટપોટપ લોકો મોતને ભેટી રહ્યા છે તેમ છતાં સરકારી તંત્ર રોગને કાબૂમાં લેવા પગલાં ભરતું નથી. નવા કેસમાં વડોદરા શહેરમાં 11, આણંદ ખાતે 8, સાબરકાંઠા 7, ખેડા અને રાજકોટ ખાતે 3-3, મહેસાણા, રાજકોટ શહેર, બનાસકાંઠા, પોરબંદર, અમદાવાદ અને સુરેન્દ્રનગર ખાતે 2-2, સુરત શહેર, ભાવનગર, પાટણ, ભાવનગર શહેર, ગાંધીનગર શહેર, ગાંધીનગર અને ભરૂચ ખાતે 1-1 કેસ નોંધાયા છે.

તંત્રનું કહેવું છે કે, પહેલી જાન્યુઆરી 2019થી આજ દિન સુધીમાં 1280 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે જ્યારે 632 દર્દીઓ અત્યારે પણ હોસ્પિટલ બિછાને સારવાર મેળવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, રોગની સંખ્યા મામલે ગુજરાત દેશમાં રાજસ્થાન, દિલ્હી પછી ત્રીજા નંબરે છે જ્યારે મોત મામલે રાજસ્થાન પછી ગુજરાત બીજા નંબરે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન