swine-flu-in-the-state-continued-the-death-of-54 new cases in 24 hours
  • Home
  • Ahmedabad
  • રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂને કંટ્રોલમાં લેવા વલખા મારતું તંત્ર લાચાર, 24 કલાકમાં નવા 54 કેસ

રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂને કંટ્રોલમાં લેવા વલખા મારતું તંત્ર લાચાર, 24 કલાકમાં નવા 54 કેસ

 | 11:08 am IST

વહેલી સવારે અને મોડી રાતે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે એ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફલૂ પોઝિટિવના 53 કેસ નોંધાયા છે. બીજી તરફ સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.

આ સાથે જ કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધીમાં કુલ મોત 129ને પાર થયા છે. સ્વાઈન ફલૂના મોત અને કેસ મામલે ગુજરાત અત્યારે દેશભરમાં બીજા નંબર પર આવે છે.

ગુજરાતમાં સ્વાઈન ફલૂ અટકવાનું નામ લેતો નથી. રોગને કાબૂમાં લેવામાં સરકારી તંત્ર લાચાર છે. છેલ્લા 24 કલાકમાં 53 કેસ નોંધાયા છે તેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 12-12 કેસ, સાબરકાંઠા ખાતે ૪ કેસ, વડોદરા શહેર અને બનાસકાંઠા ખાતે 3-3 કેસ, કચ્છ, આણંદ, રાજકોટ શહેર, અમદાવાદ, પાટણ અને સુરત ખાતે 2-2 કેસ, મહેસાણા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ખેડા, બોટાદ અને દ્વારકા ખાતે 1-1 કેસ નોંધાયો છે.

જ્યારે 429 દર્દીઓ અત્યારે પણ હોસ્પિટલ બિછાને સારવાર મેળવી રહ્યા છે. પહેલી જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 3,617 વ્યક્તિ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સરકાર સામે એક આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ રોગમાં વાસ્તવિક મૃત્યુઆંક ઊંચો છે, સરકારી ચોપડે આંકડો ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન